Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારનો વાયદો પોકળ સાબિત થયો‎સાગબારામાં આજે ખેડૂતનો સત્યાગ્રહ‎:ખેડૂતોને 90 દિવસમાં સનદ આપવાનો સરકારી વાયદો સરકારી જ રહી ગયો‎

    10 hours ago

    નર્મદા જિલ્લાના સાગબારાના ખોપી સહિતના 15થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલા આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. સરકારે 90 દિવસમાં સનદ આપવાની ખાતરી આપી છે. પણ ત્યાં સુધી ખેતી કરવા દેવાની ખેડૂતોની માગ વન વિભાગ સ્વીકારતું નથી. તેથી શુક્રવારથી ખેડૂતો ફરીથી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. સાગબારા તાલુકાના ખોપી ખાતે આવતીકાલે જંગલ જમીન મુદ્દે સત્યાગ્રહ આંદોલન અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં જંગલ જમીન ખેડતા હજારો ખેડૂતો આ સત્યાગ્રહમાં જોડાશે તેવી શક્યતા છે. કારણ કે ખેતી પર નભતા આ આદિવાસી ખેડૂતો પાસે જીવનનિર્વાહ માટે કાંઈ નથી. આ જમીન પર તેઓ જીવન ગુજારે છે. નર્મદા જિલ્લામાં વન વિભાગ ખેડૂતોને ખેતી કરવા દેતું નથી. જ્યારે ઉમરપાડામાં ખેતી કરવાની મંજૂરી આપી છે. વન વિભાગના આવા વલણ સામે હવે ખેડૂતોએ ધીરજ ગુમાવી છે. તેમણે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. વન વિભાગની આ બેધારી નીતિ સામે આંદોલન યોજાશે. કારણ કે સરકારે 90 દિવસમાં જમીન ખેડવાના હક્ક આપવાની વાત કરી છે. પણ હક્ક માટે જે સરકારી દાખલા અને કાગળિયા જોઈએ, તે ખેડૂતોને મળે એમ તંત્ર અવરોધ ઊભા કરે છે. સરકાર દ્વારા ખેડૂતો સાથે દગાખોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આંદોલનકારીઓના આગેવાન લીલાબેન વસાવાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે દગાખોરી કરી રહી છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સાંસદના ખોટા લેટરપેડનો ઉપયોગ કરાયો હાલમાં સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાનને સંબોધીને લખાયેલો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભાજપની સરકારમાં જ આદિવાસી સમાજને અન્યાય થઈ રહ્યો હોવાના સહિતના ગંભીર આક્ષેપો કરાયા છે. સાંસદે આ મામલે કહ્યું છે કે તેમણે આવો કોઈ પત્ર વડાપ્રધાનને લખ્યો નથી. તેમના જણાવ્યા અનુસાર લેટરપેડ દિલ્હી ખાતે તેમના જૂના નિવાસસ્થાનના સરનામાનો છે. પત્ર પર સહી પણ તેમની નથી. જોકે સાંસદે એમ પણ સ્વીકાર્યું કે પત્ર જેણે પણ વાયરલ કર્યો હોય. પણ પત્રમાં લખાયેલી વિગતો સાચી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ‎:સત્યાગ્રહની ભૂમિ ધરાસણામાં મીઠાનો ઉદ્યોગ મરણ પથારીએ: ભારે વરસાદ અને ઓદ્યોગિકીકરણ નડ્યું
    Next Article
    ગટર લાઇનના આધુનિકિકરણ માટે જગ્યાની જરૂરિયાત:રાજપીપળામાં દબાણો દૂર કરાતાં વેપારી તેમજ પાલિકા વચ્ચે ઘર્ષણ, વિરોધમાં 25 દુકાનોના પગથિયા તોડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment