Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ‎:સત્યાગ્રહની ભૂમિ ધરાસણામાં મીઠાનો ઉદ્યોગ મરણ પથારીએ: ભારે વરસાદ અને ઓદ્યોગિકીકરણ નડ્યું

    9 hours ago

    દાંડી કૂચ અને ધરાસણા મીઠા સત્યાગ્રહ સાથે ઐતિહાસિક જોડાણ ધરાવતો વલસાડ જિલ્લો આજે મીઠા ઉત્પાદનના ક્ષેત્રે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો કરતાં સાવ અલગ સ્થિતિમાં છે. છેલ્લા એક દાયકાના માળખાને જોતા વલસાડમાં મીઠાના અગરો અને અગરિયા શ્રમિકોની સંખ્યામાં વધારો થયો નથી. ભારે વરસાદ, લાંબું ચોમાસું, ઊંચી ભેજ અને ઝડપથી વધતું ઔદ્યોગિકરણ મીઠાના પરંપરાગત વ્યવસાય માટે પડકાર બની રહ્યાં છે. જિલ્લામાં આશરે 16,600 એકર જેટલા મીઠાના અગરો હોવાનું અને તેમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આશરે 1.30 લાખ મેટ્રિક ટન હોવાનું ઉપલબ્ધ આંકડાઓમાં દર્શાવવામાં આવે છે. અહીં મુખ્યત્વે દરિયાઈ પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. કચ્છની સરખામણીએ વલસાડનું મીઠા ઉત્પાદનનું પ્રમાણ ખૂબ નાનું છે. વલસાડમાં દર વર્ષે આશરે 2,200થી 2,500 મીમી વરસાદ નોંધાય છે. લાંબા ચોમાસાને કારણે અગરોમાં પાણી ભરાઈ રહે છે અને જમીન સૂકાવામાં સમય લાગે છે. પરિણામે અહીં મીઠું પકવવાની મોસમ સામાન્ય રીતે નવેમ્બરથી એપ્રિલ-મે સુધી એટલે કે માત્ર 5થી 6 મહિના જ રહે છે. ઉંચી ભેજને કારણે બાષ્પી ભવનનો દર પણ રણ વિસ્તારની સરખામણીએ ઓછો રહે છે. પરિણામે પમ્પિંગ, ઇંધણ અને પરિવહન જેવા ખર્ચ સાથે નાના અગરિયાઓ માટે ઉત્પાદન ખર્ચનું ભારણ વધે છે. વલસાડના તટીય અગરોમાં મીઠાની મોસમ દરમિયાન અંદાજે 1,200થી 2,500 શ્રમિકો કામ કરે છે. આ સંખ્યા આશરે 800થી 1,200 પરિવારો સુધી હોવાનું અનુમાન છે. જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતના રણ વિસ્તારોની જેમ અહીં હજારો પરિવારો લાંબા સમય સુધી અગરમાં સ્થળાંતર કરીને રહેતા નથી. ચોમાસા દરમિયાન અને મીઠાની મોસમ પૂરી થયા બાદ સ્થાનિક શ્રમિકો મત્સ્યોદ્યોગ, બાગાયત અને ઔદ્યોગિક એકમોમાં દૈનિક મજૂરી તરફ વળે છે. ખાસ કરીને યુવા પેઢી માટે મીઠાના અગરની સરખામણીએ અન્ય ક્ષેત્રોમાં વધુ સ્થિર આવકની તકો ઉપલબ્ધ બની છે. અગરો માટે આવક કરતા ખર્ચ વઘારે વલસાડના અનેક અગરો નાના અને મધ્યમ કદના હોવાથી ઉત્પાદનના પ્રમાણનો લાભ મર્યાદિત રહે છે. બીજી તરફ નાના ઉત્પાદકો માટે નફાનું માર્જિન ઘટે છે. વેપારીઓ પાસેથી મળતા ભાવ સામે ખર્ચનું પ્રમાણ વધવાથી કેટલાક નાના અગરો માટે મીઠાનું ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે. આધુનિક મોડેલ સોલ્ટ ફાર્મ પણ વિકસાવાયો વલસાડના ઐતિહાસિક ધરાસણા વિસ્તારમાં આધુનિક પદ્ધતિથી દરિયાઈ પાણીમાંથી ગુણવત્તાયુક્ત ઔદ્યોગિક મીઠું પકવવાની ટેક્નિક દર્શાવવા માટે 10 એકરમાં મોડેલ સોલાર સોલ્ટ વર્ક્સ વિકસાવવામાં આવ્યું હતું. હેતુ સ્થાનિક ઉત્પાદકોને વધુ કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિથી પરિચિત કરાવવાનો હતો. જોકે, વલસાડમાં મોટી માત્રામાં જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે આવી પદ્ધતિનો વ્યાપક વ્યાપારિક વિસ્તાર મર્યાદિત રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગણદેવી પોલીસે 10.50 લાખના મુદ્દામાલ સાથે 1ને દબોચ્યો‎:ખારેલ હાઈવે પર શાકભાજીના કેરેટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ
    Next Article
    સરકારનો વાયદો પોકળ સાબિત થયો‎સાગબારામાં આજે ખેડૂતનો સત્યાગ્રહ‎:ખેડૂતોને 90 દિવસમાં સનદ આપવાનો સરકારી વાયદો સરકારી જ રહી ગયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment