Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવી પોલીસે 10.50 લાખના મુદ્દામાલ સાથે 1ને દબોચ્યો‎:ખારેલ હાઈવે પર શાકભાજીના કેરેટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ

    8 hours ago

    નવસારી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ગણદેવી પોલીસ ટીમને મોટી સફળતા હાથ લાગી છે. સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ અને કોન્સ્ટેબલ પ્રકાશભાઈને બાતમી મળી હતી કે, વલસાડ તરફથી એક મહિન્દ્રા પીક-અપ વાનમાં શાકભાજીના ખાલી કેરેટની નીચે વિદેશી દારરુનો જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને નેશનલ હાઈવે-48 પર ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે નાકાબંધી ગોઠવી હતી. જ્યાંથી પસાર થતી શંકાસ્પદ પીક-અપ (નં. GJ-21-Z-1487)ને રોકીને તલાશી લેતાં પાછળના ડાલામાં પીળી તાડપત્રી અને શાકભાજીના ખાલી કેરેટ નીચે સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1632 બાટલી રૂ. 3.46 લાખ મળી આવી હતી. પોલીસે દારુ દારુ, પીકઅપ, મોબાઈલ ફોન મળી રૂ. 10.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે વાહનચાલક આનંદ ઉમાશંકર પાંડે (રહે. બીલીમોરા, મૂળ યુપી) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારુનો જથ્થો મંગાવનાર તરીકે બીલીમોરાની મહિલા તેમજ નંબર પ્લેટ વિનાની એક્ટિવા પર દારુનો જથ્થો ભરી આપનાર બે અજાણ્યા શખ્સો સામેલ હોવાનું ખુલતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. ગણદેવી પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રકાયદે રેતી ખનનનો ભૂસ્તર વિભાગે કર્યો પર્દાફાશ‎:માફિયાઓ ભાગી છૂટ્યા, 100 મેટ્રિક ટન રેતી ચોરી મુદ્દે ટ્રક અને યાંત્રિક બાર્જના ઓપરેટર સામે ફરિયાદ નોંધાઇ
    Next Article
    ભાસ્કર એનાલિસિસ‎:સત્યાગ્રહની ભૂમિ ધરાસણામાં મીઠાનો ઉદ્યોગ મરણ પથારીએ: ભારે વરસાદ અને ઓદ્યોગિકીકરણ નડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment