Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:જ્વેલર્સ પિતા- પુત્રે 7 મહિના સસ્તાં સોના- ચાંદી આપ્યા પછી સમાજના 20 લોકોનું ફુલેકું ફેરવ્યું

    2 days ago

    સરદારનગરમાં આવેલા કોમલ જવેલર્સના માલિક પિતા- પુત્રએ સમાજના લોકોને સસ્તામાં સોનું અને ચાંદી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે. દુબઈથી દાણચોરીમાં સસ્તામાં સોનું લાવીને સમાજના લોકોને એક તોલો સોનું 5થી 6 હજાર ઓછી કિંમતે આપવાની વાત કરી હતી. આ ઠગ પિતા - પુત્રની ટોળકીની વાતમાં આવીને સમાજના 20થી વધારે લોકોએ તેમની સાથે 7 મહિના સુધી ડીલ કરી હતી. ડીલ દરમિયાન સમાજના લોકોએ આ ઠગ પિતા - પુત્ર પાસેથી રૂ.50થી 100 કરોડનું સોનું મંગાવ્યું હતું. પૈસા લઈને ઠગ પિતા- પુત્રની ટોળકીએ તેમને સોનું અને ચાંદી આપ્યા પણ હતા. પરંતુ છેલ્લી ડીલમાં તમામ લોકોના પૈસા લઈને બંને પિતા - પુત્ર ભાગી ગયા હતા. હાલમાં એક મહિલાની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે રૂ. 87 લાખની ઠગાઈની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. પિતા અને પુત્રની ટોળકીએ એક મહિલા પાસેથી 150 ગ્રામ સોના પેટે રૂ.23.47 લાખ અને 28 કિલો ચાંદી પેટે રૂ.63 લાખ મળીને કુલ રૂ.86.47 લાખ મેળવી લીધા હતા. ત્યારબાદ નક્કી કરેલું સોનું કે ચાંદી નહીં આપી પૈસા પણ પાછા નહીં આપી છેતરપિંડી કરતા મહિલા એ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત પિતા - પુત્રની ટોળકીએ અન્ય 19 લોકો સહિત 20 લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 7 મહિનામાં પિતા - પુત્ર પાસેથી 100 કરોડ સોનું અને ચાંદી મંગાવીને ભોગ બનનારા કરોડો રૂપિયા કમાયા પોલીસના જણાવ્યા અનુસાર ઠગ પિતા - પુત્રએ 7 મહિનાથી સમાજના 20 લોકોને જાળમાં ફસાવ્યા હતા. આ લોકો પાસેથી પિતા - પુત્ર 50 લાખથી 1 કરોડ જેવી રકમ લેતા હતા. જેની સામે સોના અને ચાંદીનો જથ્થો આપતા પણ હતા. સોનું બજાર કિંમત કરતા રૂ.5થી 6 હજાર ઓછા ભાવે જ્યારે ચાંદી રૂ.10 હજાર સુધી ઓછી કિંમતે 1 કિલો આપતા હતા. બંને ઠગ પાસેથી મહિલા સહિતના લોકોએ 7 જ મહિનામાં અંદાજે 100 કરોડ રૂપિયા કરતાં પણ વધારેની કિંમતનું સોનું - ચાંદી મંગાવ્યું હતું અને તે વેચીને પૈસા કમાયા હતા. પરંતુ છેલ્લા લૉટમાં ઠગ પિતા - પુત્ર પૈસાનો ફાંદો કરી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    સીએમ જનસંવાદમાં ફરિયાદ બાદ તપાસમાં બેદરકારી સામે આવી, સ્કૂલને નોટિસ:સોલાની સોલારિસ સ્કૂલે RTEની માહિતી અપલોડ ન કરી, બાળકોને રૂ. 3 હજાર ન મળ્યા
    Next Article
    ડભોઈ રેલવેના નવીનીકરણમાં સુરક્ષા રામભરોસે:જીવના જોખમે પાટા ઓળંગતા મુસાફરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment