Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોઈ રેલવેના નવીનીકરણમાં સુરક્ષા રામભરોસે:જીવના જોખમે પાટા ઓળંગતા મુસાફરો

    2 days ago

    ડભોઈ ઐતિહાસિક નગરી ડભોઈના રેલવે સ્ટેશન પર હાલ ચાલી રહેલી નવીનીકરણ અને સમારકામની કામગીરી રેલવે પ્રશાસનની ઘોર બેદરકારી નજરે પડી રહી છે. સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 અને 4 પર જૂના શેડ ઉતારવા તેમજ ફ્લોરિંગ ટાઇલ્સ નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ સમગ્ર કામગીરી દરમિયાન મુસાફરોની સુરક્ષા કે સુવિધાની સદંતર અવગણના કરાઇ રહી છે.​પ્લેટફોર્મ નંબર 3 અને 4 પર ચાલી રહેલી કામગીરીના કારણે મુસાફરો માટે અવરજવરના તમામ સલામત માર્ગો બંધ જેવી હાલતમાં મુકાઈ ગયા છે. આ પ્લેટફોર્મ પરથી અન્ય પ્લેટફોર્મ પર જવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી નથી. વૃદ્ધો, મહિલાઓ અને નાના બાળકો સહિતના મુસાફરો જીવના જોખમે રેલવેના પાટા ઓળંગીને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મજબૂર બન્યા છે. ચાલુ ટ્રેનોની આવનજાવન વચ્ચે પાટા પરથી પસાર થતી વેળાએ જરા પણ ચૂક થાય તો મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. સાથે હાઈ-ટેન્શન વીજ વાયરો વચ્ચે મજૂરો સેફ્ટી કિટ વિના રામભરોસે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, ઊંચાઈ પરથી શેડના લોખંડના પતરા અને એંગલો ઉતારવાની જોખમી કામગીરી કોઈપણ સુરક્ષા સાધનો વગર ચાલી રહી છે. કામ કરી રહેલા મજૂરો પાસે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, ગ્લોવ્ઝ કે સેફ્ટી નેટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી.​
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:જ્વેલર્સ પિતા- પુત્રે 7 મહિના સસ્તાં સોના- ચાંદી આપ્યા પછી સમાજના 20 લોકોનું ફુલેકું ફેરવ્યું
    Next Article
    સરકારી જગ્યા પર કેટલા દબાણો છે તેનું લિસ્ટ ધારાસભ્યોને અપાશે:સંકલનમાં શહેર-જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણોની યાદી ચૂંટાયેલા પ્રતિનિધીને આપવા પ્રસ્તાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment