Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જગ્યા પર કેટલા દબાણો છે તેનું લિસ્ટ ધારાસભ્યોને અપાશે:સંકલનમાં શહેર-જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણોની યાદી ચૂંટાયેલા પ્રતિનિધીને આપવા પ્રસ્તાવ

    2 days ago

    જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડો. અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં માંજલપુર, સયાજીગંજ સહિત વિધાનસભાના ધારાસભ્યે રજૂઆત કરી હતી. સાંસદ ડો.હેમાંગ જોષીએ સરકારી જગ્યાઓ પર દબાણ છે તેની યાદી તૈયાર કરીને ચૂંટાયેલા પ્રતિનિધીઓને આપવામાં આવે તેમ રજૂઆત કરી હતી. આ ઉપરાંત ફતેગંજ અને નવાયાર્ડની કેટલીક સોસાયટીનો વિસ્તાર છૂટી ગયો છે તેની અલગથી દરખાસ્ત સરકારમાં મોકલવી સહિતની રજૂઆતો ધારાસભ્યોએ કલેક્ટર સમક્ષ કરી હતી. આ બેઠકમાં સાંસદ ડો. હેમાંગભાઈ જોશી સહિત ધારાસભ્યઓ શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કેયુર રોકડિયા અને સતિષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી જગ્યા પર કેટલા દબાણો છે તેનું લિસ્ટ ધારાસભ્યોને અપાશે શહેર-જિલ્લામાં જેટલી સરકારી જગ્યા પર દબાણ છે તે તમામની યાદી ચૂંટાયેલા પ્રતિનિધીઓને અપાય તેવી રજૂઆત કરવામાં આવી છે. જર્જરિત પાણીની ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે, નવી ટાંકીઓનું બાંધકામ થાય. રેવન્યુ પંચાયતોમાં નવી પંચાયતો સાવલી અને ડેસરમાં બનાવાઇ છે તેના રેવન્યુ અધિકારો આપવામાં નથી આવ્યાં, તે જલદીથી આપવામાં આવે તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. > ડો.હેમાંગ જોશી, સાંસદ સૂચિત સોસાયટીનું લિસ્ટ આપ્યું, 36 મંજૂર થઈ મારો મુખ્ય મુદ્દો સૂચિત સોસાયટીના દસ્તાવેજનો હતો. ચૂંટણીના સમયમાં જ્યાં પણ જઈએ ત્યાં આ રજૂઆતો મળી હતી. મે માંજલપુર વિધાનસભામાં આવેલી સૂચીત સોસાયટીની યાદી કલેક્ટરને આપી હતી. 36 સોસાયટી મંજૂર થઈ છે. 43 નામંજૂર થઈ છે. પેન્ડિંગ 24 સોસાયટી છે. > સતિષ પટેલ, ધારાસભ્ય, માંજલપુર ટીપી-13માં અશાંતધારા લાગુ કરવા રજૂઆત કરી સયાજીગંજ વિધાનસભામાં સૂચિત સોસાયટીઓના લોકોને માહિતી આપવી. ઉંડેરા-કરોડિયાથી રેલવે બ્રિજ નવો બની રહ્યો છે તે ક્યારથી શરૂ થશે તેની માહિતી માગવામાં આવી હતી. ટીપી-13માં અશાંતધારા લાગુ કરવા રજૂઆત કરી હતી. કલેક્ટરે કહ્યું કે, તેના પર સ્ટે છે, અમે કહ્યું કે, ફતેગંજ-નવાયાર્ડની સોસાયટીનો વિસ્તાર છૂટી ગયો છે તેની દરખાસ્ત મોકલવી જોઈએ. > કેયુર રોકડિયા, ધારાસભ્ય, સયાજીગંજ એક હજાર વિદ્યાર્થીઓને બસ સુવિધા આપવા કહ્યું મારેઠામાં પ્લોટ પર 60 વર્ષથી લોકો રહે છે. તેમને આવાસ ફાળવવા રજૂઆત કરાઈ છે. એક હજાર વિદ્યાર્થીને એસટી બસની સુવિધા અંગે ધ્યાન દોર્યું છે. જેથી તાત્કાલિક 1 અઠવાડિયામાં બસ ચાલુ કરવાનું વચન આપ્યું છે. વડોદરાથી ડભોઈ જતા મુખ્ય રોડ પર નવી સાઈટ બની રહી છે. તેમાં માર્જીનની વિસંગતતાઓ જોવા મળી રહી છે તે અંગે પણ કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. > શૈલેષ મહેતા, ધારાસભ્ય,ડભોઈ
    Click here to Read More
    Previous Article
    ડભોઈ રેલવેના નવીનીકરણમાં સુરક્ષા રામભરોસે:જીવના જોખમે પાટા ઓળંગતા મુસાફરો
    Next Article
    બંને આરોપીએ જાહેરમાં માફી માંગી‎:જ્યુબેલીમાં યુવાન પર હુમલો કરનારા પાંચ શખ્સ ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment