Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંને આરોપીએ જાહેરમાં માફી માંગી‎:જ્યુબેલીમાં યુવાન પર હુમલો કરનારા પાંચ શખ્સ ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાયું

    2 days ago

    પોરબંદરના જયુબેલી વિસ્તારમાં સામું જોવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી યુવાન સહિત 3 વ્યક્તિ પર હુમલો કરવાના બનાવમાં પોલીસે પાંચેય શખ્સને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં 3 કિશોર વયના હોવાનું જાણવા મળ્યું છે. જયુબેલી વિસ્તારમાં ગુરુકુળ પાસે રહેતા વિનોદ ઉર્ફે ટીનિયો અરવિંદ ઝાલાને પાડોશમાં રહેતા વિજય નાથા પરમાર, ઓમ દિનેશ પરમાર તેમજ અન્ય 3 સહિત 5 શખ્સે સામું જોવા બાબતે બોલાચાલી કરી આ બાબતનું મનદુઃખ રાખી પાંચેયે હથિયાર સાથે આવી વિનોદના માથામાં માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત દીપક અને પાયલને પણ માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે કાર્યવાહી કરી પાંચેયને ઝડપી લીધા હતા. જેમાંથી 3 શખ્સ કિશોર વયના છે. પોલીસે બે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું. આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી. મારામારીમાં કિશોર વયની સંડોવણી વધી પોરબંદરમાં મારામારી અને છરી વડે હુમલા જેવી ગંભીર ઘટનાઓમાં કિશોર વયના બાળકોની સંડોવણી સામે આવી રહી છે. જયુબેલી વિસ્તારના યુવાન પર હુમલાના બનાવમાં 5 શખ્સમાંથી 3 કિશોર વયના છે, જ્યારે ગત 6/9ના રોજ બોખીરા પેટ્રોલપંપ પાસે યુવાન અને તેના ભાઈ પર છરી વડે હુમલાના કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓમાંથી 3 કિશોર વયના હતા.
    Click here to Read More
    Previous Article
    સરકારી જગ્યા પર કેટલા દબાણો છે તેનું લિસ્ટ ધારાસભ્યોને અપાશે:સંકલનમાં શહેર-જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણોની યાદી ચૂંટાયેલા પ્રતિનિધીને આપવા પ્રસ્તાવ
    Next Article
    કાર્યવાહી:સપ્ટેમ્બર માસમાં 437 વાહનો સામે પોલીસે લાલ આંખ કરી રૂ. 2.40 લાખથી વધુનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment