Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:સપ્ટેમ્બર માસમાં 437 વાહનો સામે પોલીસે લાલ આંખ કરી રૂ. 2.40 લાખથી વધુનો દંડ ફટકાર્યો

    2 days ago

    શહેરમાં વાહન ચાલકો બસ બે મિનિટમાં આવું છું..., તેમ કહીને જાહેર રસ્તા પર એકી કે બેકી પાર્કિંગ ઝોન સમજ્યા વિના ગમે ત્યાં વાહન પાર્ક કરીને ચાલી જતા હોય છે. આ નિયમના ભંગ બદલ પોરબંદર શહેર પોલીસે ટ્રાફિક સમસ્યાને નાથવા અને કાયદાનું પાલન કરાવવા માટે ઓન-સ્પોટ ફોટોગ્રાફી સાથેની ઈ-ચલાન ઝુંબેશ સઘન બનાવી છે. સપ્ટેમ્બર માસ દરમિયાન પોલીસે નો-પાર્કિંગ ઝોન, એકી-બેકી પાર્કિંગના જાહેરનામાનો ભંગ કરનારા તેમજ રસ્તા વચ્ચે અડચણરૂપ વાહનો ખડકી દેનારા 437 વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ રૂ. 2,40,500નો દંડ વસૂલ કર્યો છે. નિયમ તોડ્યો નથી કે મોબાઈલમાં ફોટા સાથે મેસેજ આવે છે. પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી આ નવી ટ્રાફિક ડ્રાઇવમાં હવે વાહનચાલકો માટે છટકબારી રહી નથી. રસ્તા પર અડચણરૂપ ઊભેલા વાહનનો પોલીસ સ્થળ પર જ ફોટો પાડી લે છે. જ્યાં ત્યાં વાહન પાર્કિંગ ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે એકી બેકી સંખ્યામાં વાહન પાર્ક કરવાને બદલે કે પછી ના પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરીને જતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે અને કોઈ લારી કે દુકાન પાસે બે મિનિટ નું કહીને વાહન પાર્ક કરી દેતા હોય છે આવી સ્થિતિમાં ટ્રાફિકજામ વધુ સર્જાય છે અને રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે. શું ધ્યાનમાં રાખશો? સાઈનબોર્ડ જોઈને જ વાહન પાર્ક કરો. એકી બેકી તારીખ મુજબ જ પાર્કિંગ કરો, નજીકના નિર્ધારિત પાર્કિંગ સ્થળનો જ ઉપયોગ કરો. દુકાન, લારી કે બેંક આગળ વાહન મૂકતી વખતે ધ્યાન રાખો કે રસ્તાનો મુખ્ય ભાગ બ્લોક ન થાય. નો પાર્કિંગ ઝોનમાં અને ખાસ કરીને મુખ્ય બજારમાં વાહન પાર્ક કરવામાં ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બંને આરોપીએ જાહેરમાં માફી માંગી‎:જ્યુબેલીમાં યુવાન પર હુમલો કરનારા પાંચ શખ્સ ઝડપી રિકન્સ્ટ્રક્શન કરાયું
    Next Article
    કેસરી સેના દ્વારા નિઃશુલ્ક પ્રાચીન ગરબાનું આયોજન:બોખીરામાં શેરી ગરબામાં દીકરીએ તલવાર રાસથી સૌને મંત્રમુગ્ધ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment