Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસરી સેના દ્વારા નિઃશુલ્ક પ્રાચીન ગરબાનું આયોજન:બોખીરામાં શેરી ગરબામાં દીકરીએ તલવાર રાસથી સૌને મંત્રમુગ્ધ કર્યા

    2 days ago

    નવરાત્રીના પર્વમાં પોરબંદરમાં પ્રાચીન શેરી ગરબાની પરંપરા જીવંત બની રહી છે. બોખીરા ખાતે કેસરી સેના દ્વારા પરંપરાગત ગરબાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલી બાળાઓ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહી છે. પોરબંદરના બીએસયુપી આવાસ માર્ગ પર રામદેવજી પ્રભુના મંદિર પાસે આવેલી લીરબાઈ ધામ સોસાયટીના ભવ્ય પટાંગણમાં યોજાતા આ શેરી ગરબામાં બાળાઓ પરંપરાગત વેશભૂષામાં ગરબે ઘૂમી નવરાત્રીની ઉજવણી કરી રહી છે. પ્રાચીન ગરબા સંસ્કૃતિની વિરાસત જળવાઈ રહે અને નવી પેઢી પરંપરા સાથે જોડાય તેવા હેતુથી કેસરી સેના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. બાળાઓને નિઃશુલ્ક ગરબા રમાડવાની સાથે નવરાત્રી પૂર્વે પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. કેસરી સેનાના શેરી ગરબા દરમિયાન રાંભીબેન કોડિયાતર નામની દીકરીએ તલવાર રાસ રજૂ કરી ગરબાના માહોલમાં વિશેષ આકર્ષણ ઉમેરાયું હતું. દીકરીના કૌશલ્યપૂર્ણ પ્રદર્શનને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થયા હતા. તલવાર રાસ જેવી પરંપરાગત કળાની રજૂઆતથી નવરાત્રીની ઉજવણીમાં સાંસ્કૃતિક રંગ વધુ ઘેરો બન્યો હતો. આ આયોજનમાં રાસ-ગરબાની સાથે પરંપરાગત કળાને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. શેરી ગરબાના માધ્યમથી બાળાઓમાં સાંસ્કૃતિક વારસો જાળવવાની ભાવના કેળવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:સપ્ટેમ્બર માસમાં 437 વાહનો સામે પોલીસે લાલ આંખ કરી રૂ. 2.40 લાખથી વધુનો દંડ ફટકાર્યો
    Next Article
    નવરાત્રી પર્વે સિટી બસ સેવા રાત્રે દોઢ વાગ્યા સુધી લંબાવાઈ:ચોપાટી રાસોત્સવ માણતા નાગરિકો ‎માટે વધારાની 33 ટ્રીપ શરૂ કરાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment