Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાશકારો:મોરબીમાં 33 દિવસ બાદ ઐતિહાસિક પાડાપુલ પર વાહન વ્યવહાર ફરી શરૂ

    1 week ago

    મોરબી શહેર અને સામાકાંઠા વિસ્તારને જોડતો રાજવીકાળનો ઐતિહાસિક પાડાપુલ જર્જરિત હાલતમાં પહોંચતાં અવરજવર જોખમી બની ગઈ હતી. કલેકટરના આદેશ મુજબ માર્ગ અને મકાન વિભાગે તા.12 ફેબ્રુઆરીથી પુલને બંધ કરીને રીપેરીંગ અને રિનોવેશનની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલની મુખ્ય કામગીરી પૂર્ણ થયાનું જણાવી પાડાપુલ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. પુલ બંધ રહેતા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી મોરબી શહેર અને સામાકાંઠા વચ્ચે અવરજવર માટે મયુરબ્રિજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વ્યવસ્થાના કારણે નટરાજ ફાટક વિસ્તારમાં ટ્રેન અવરજવર સિવાય મોટા પ્રમાણમાં ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ નહોતી. આજે 33 દિવસ બાદ પાડાપુલ પર વાહન વ્યવહાર શરૂ થતા શહેરમાં ટ્રાફિકનું ભારણ થોડું ઓછું થયું છે. પુલ ખુલતાં જ હજારો વાહનોની અવરજવર શરૂ થતાં પુલ ફરીથી ધમધમી ઉઠ્યો હતો. જોકે પુલ શરૂ થતા પ્રથમ જ દિવસે સફાઈના અભાવે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પુલ પર ડામર ઉપર નાખવામાં આવેલ લાઈમ સ્ટોન પાઉડરની સફાઈ કર્યા વગર જ પુલ ખુલ્લો મુકાતા આખો દિવસ ધૂળ ઉડતી રહી હતી. આ ધૂળના રજકણો આંખોમાં ઘુસી જતા વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ પાડાપુલના રીપેરીંગ માટે આશરે રૂ.1.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પુલમાં સ્પાન, જોઈન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત પુલના નીચેના ભાગમાં અગાઉ 50 મીમીના રબ્બર લગાવવામાં આવ્યા હતા, જેને બદલી હાલમાં 90 મીમીના રબ્બર લગાવવામાં આવતા પુલની ઊંચાઈમાં પણ થોડો વધારો થયો છે. વિભાગના જણાવ્યા મુજબ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રજૂઆત:ઊના, ગીરગઢડામાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની અછત ઉભી થઇ
    Next Article
    ફરિયાદ:મોરબીમાં સ્ટેમ્પ વેન્ડર પાસેથી 11 લાખના 2.43 કરોડ પડાવ્યા છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment