Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE પ્રવેશ પ્રક્રિયા:પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તો 12મી સુધીમાં પ્રવેશ લઇ લેવો

    4 days ago

    ભાવનગર સહિત રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે અને તેમાં આજે ખાનગી શાળાઓમાં ધો.1માં એડમિશન માટે પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. જે બાળકોને પ્રવેશ મળ્યો છે તેના વાલીઓએ તા. 12 મે સુધીમાં શાળામાં જઇ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. ભાવનગર શહેરમાં આ વર્ષે ખાનગી શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ માટે કુલ 4143 ફોર્મ આવ્યા હતા અને આ વર્ષે કુલ 1125 જેટલી બેઠક ભાવનગરની ખાનગી શાળામાં છે. ભાવનગર શહેરમાં બેઠકોની ચકાસણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આખરે 3,444 ફોર્મ મંજૂર થયા છે. જ્યારે 34 ફોર્મ રદ થયા હતા અને 665 ફોર્મ પૂરતા પુરાવાના અભાવે કે ખોટા દરસ્તાવેજો હોય નામંજૂર કરવામાં આવ્યા હોવાનું ભાવનગર ડીઇઓ કચેરીમાંથી જાણવા મળ્યું છે. ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી શાળાઓમાં તકવંચિત અને ગરીબ પરિવારના બાળકોને ધો.1માં વિનામૂલ્યે એડમિશન માટે પ્રક્રિયાનો આરંભ થયો છે જેમાંઆજે RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે, ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળામાં શાળા સમય દરમિયાન તારીખ 12/05/2026 સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો. અન્યથા વિદ્યાર્થીનો પ્રવેશ રદ થશે તેમ જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    ઘરેણાંની ચોરી:બાઇકની ચાવી બનાવવા આવેલા શખ્સે તિજોરીની ચાવી મંગાવી ઘરેણાં લઇ ફરાર
    Next Article
    મુસાફરોની સુવિધામાં વધારો:યાત્રિકોની સુવિધા બાબતે મોટું પગલું બાંદ્રા–પાલિતાણા સ્પે. ટ્રેનની ઘોષણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment