Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરેણાંની ચોરી:બાઇકની ચાવી બનાવવા આવેલા શખ્સે તિજોરીની ચાવી મંગાવી ઘરેણાં લઇ ફરાર

    4 days ago

    ભાવનગર શહેરમાં શ્રમિક પરિવારના વૃદ્ધે ચાવી બનાવવા આપ્યા બાદ શખ્સે તિજોરીની ચાવી મંગાવી વાળી દીધી હતી અને સીધી કરવાના બહાને વૃદ્ધના ઘરમાંથી દોઢ લાખથી વધુના ઘરેણા ચોરી ફરાર થયો હતો. શહેરના નવાપરા ડિ.એસ.પી. ઓફિસ સામે રહેતા અને શાકભાજી તેમજ ભુંગળા બટેકા વેચાણની મજુરી કરતા જીતેન્દ્રભાઇ આનંદભાઇ રાજાણી (ઉ.વ.54) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક માસ અગાઉ તેમના ઘરની બહાર એક સરદારજી ચાવી બનાવવાનું કામ કરતો હતો. જે દરમિયાન જીતેન્દ્રભાઇએ તેમની ઇલેક્ટ્રીક સ્કુટરની ચાવી બનાવવા માટે સરદારજીને આપી હતી. પરંતુ સરદારજીએ લાંબી ચાવી જોઇશે તેમ કહેતા, જીતેન્દ્રભાઇ રાજાણીએ તેમના ઘરમાં રહેતી તિજોરીની લાંબી ચાવી સરદારજીને આપી હતી. ત્યારે જીતેન્દ્રભાઇ કામ અર્થે બહાર જતા રહ્યા હતા. જે બાદ સરદારજીએ તિજોરીની ચાવી વાળી દિધી હતી અને ચાવી સીધી કરવાના બહારને વૃદ્ધના ઘરમાં ઘુસ્યો હતો અને તિજોરીમાં બેસીને ચાવી સીધી કરવાનું નાટક કરીને, વૃદ્ધના પત્નિની નજર ચુકવી તિજોરીમાં રાખેલા કુલ રૂા. 1,65,000ના ઘરેણા ચોરી ફરાર થઇ જતા જીતેન્દ્રભાઈને જાણ થતાં જીતેન્દ્રભાઇએ અજાણ્યા સરદારજી વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સરદારજીએ ઘરમાં ખાતર પાડી વૃદ્ધના પત્નીને 2000 આપ્યા ચાવી બનાવવા આવેલો સરદારજીએ તિજોરીની ચાવી વાળી દિધા બાદ, સીધી કરવાના બહાને તિજોરીમાં બેસીને સોનાના ઘરેણાંની ચોરી કરી લીધી હતી. જે બાદ ચાવી સીધી ન થતાં આવતીકાલે ફરી ચાવી સીધી કરાવીને પરત આપી જઇશ તેમ કહી ફરાર થઇ ગયો હતો. સરદારજીએ વિશ્વાસ કેળવવા વૃદ્ધાની પત્નીને રૂા. 2000 આપતો ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સાચવજો:વલભીપુરમાં ત્રણ તંત્રના ડખાને કારણે બીનઆરોગ્યપ્રદ ખોરાકની બોલબાલા
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તો 12મી સુધીમાં પ્રવેશ લઇ લેવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment