Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાચવજો:વલભીપુરમાં ત્રણ તંત્રના ડખાને કારણે બીનઆરોગ્યપ્રદ ખોરાકની બોલબાલા

    4 days ago

    વલભીપુર શહેર અને તાલુકાની જનતાના આરોગ્યની સુખાકારી અંગે સરકારી તંત્રના ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ દ્વારા કેવા કેટલા અને કંઇ પ્રકારના પગલા લીધા તે ઉકેલ માંગતો કોયડો છે. લગ્ન ગાળો પણ છે તેવા સમયે શુધ્ધ ઘી, મીઠાઇથી લઇ તૈયાર કેરીના રસ, શિખંડ,મઠ્ઠો,શાકભાજી સહિતના ખાદ્ય ચીજ વસ્તુઓ ગુણવત્તા વાળી છે કે કેમ તે અંગે કોઇ ચેકીંગ કે સેમ્પલ લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળેલ નથી આ તમામ બાબતો અલગ અલગ વિભાગ હેઠળ આવતી હોય મળતી માહિતી મુજબ હોટલ રેસ્ટોરન્ટ વિભાગ જિલ્લા પંચાયત હેઠળ, કરીયાણા અને ખાદ્ય પદાર્થો ફુડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ અને શાકભાજી અને સફાઇ નગરપાલીકા હેઠળ આવતા હોય છે. આમ સરકારી તંત્રના ત્રણ વિભાગ દ્વારા લોકોની આરોગ્યલક્ષી સંભાળ રાખવા માટે જરૂરી પગલા લેવામાં આવતા હોય છે. અને જો આ ત્રણેય વિભાગો એક સુત્રતા જાળવે તો લોકોનું આરોગ્ય જળવાય રહે પરંતુ હાલમાં કયો વિભાગ શું કરી રહ્યો છે તે એક સવાલ છે. નગરપાલિકાની કામગીરી પ્લાસ્ટિકના ઝબલા, સફાઇની જ હોય છે નગરપાલિકા હેઠળ માત્ર પ્લાસ્ટીકના ઝબલા, સ્વચ્છતા અને સફાઇ બાબતેની કામગીરી કરવાની હોય છે જયારે બાકીની તમામ કાર્યવાહી કરવાની સતા જિલ્લા કક્ષા ફુડ એન્ડ ડ્ર્ગ્ઝ વિભાગ હેઠળ આવે છે. > જયદિપભાઇ રંગપરીયા, ઈન્સપે.સેનેટરી વિભાગ,પાલિકા વલભીપુર
    Click here to Read More
    Previous Article
    તેજસ્વી તારલાઓએ કરી કમાલ:ધો.12 સાયન્સનું ભાવનગરનું પરિણામ 1.83% વધીને 92.65%
    Next Article
    ઘરેણાંની ચોરી:બાઇકની ચાવી બનાવવા આવેલા શખ્સે તિજોરીની ચાવી મંગાવી ઘરેણાં લઇ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment