Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેજસ્વી તારલાઓએ કરી કમાલ:ધો.12 સાયન્સનું ભાવનગરનું પરિણામ 1.83% વધીને 92.65%

    4 days ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ આજે ગત વર્ષની તુલનામાં આ વર્ષે એક દિવસ વહેલું ઓનલાઇન જાહેર કરવામાં આવતા ગત વર્ષના પરિણામની તુલનામાં આ વર્ષે ભાવનગર જિલ્લાનું પરિણામ આ વર્ષે 1.83 ટકા વધ્યું છે અને એકંદરે પરિણામ 92.65 ટકા નોંધાયું છે. જે ગત વર્ષે 90.82 % હતુ. પરિણામની સાથે ગ્રેડવાઇઝ વિદ્યાર્થીઓની ગુણવત્તામાં પણ વધારો થયો છે ગત વર્ષે અે વન ગ્રેડમાં 35 તેજસ્વી તારલાઓ હતા તે આ વર્ષે વધીને 64 થઇ ગયો છે. આમ આ વર્ષે એ વન ગ્રેડધારક તારલાઓની સંખ્યામાં 29નો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે સાયન્સમાં કુલ 6021 વિદ્યાર્થીઓ પૈકી 6012 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી તે પૈકી 5570 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે.આ વર્ષે કુલ 451 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ભાવનગર જિલ્લામાં ગત વર્ષે પાસ થનારા વિદ્યાર્થીની સંખ્યા 5392 હતી તે આ વર્ષે 178 વધીને 5570 થઇ ગઇ છે. જો કે કોલેજોમાં ક્યાંય પ્રવેશની મુશ્કેલી રહેશે નહી. ભાવનગર જિલ્લામાં કુલ 5570 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની કોલેજોમાં એડમિશન મેળવે તો પણ યુનિ.ની કોલેજોમાં બેઠકો ખાલી રહેશે. એમ.કે.બી. યુનિ.માં બી.એસસી., બીસીએ અને બીએસસી (આઇટી) મળીને કોલેજોમાં કુલ 5500 જેટલી જગ્યાઓ છે. કારણ કે સાયન્સ બાદ ઇજનેરી અને મેડિકલ તથા પેરા મેડિકલમાં જનારાની સંખ્યા વધુ હોય છે. જો કે ગત વર્ષે ભાવનગરની યુનિ.માં બી.એસસી., બીસીએ અને બીએસસી (આઇટી) મળીને કુલ 2200 જેટલી બેઠકો ભરાઇ હતી. કોલેજોમાં જગ્યા ખાલી રહેવાનું મુખ્ય એક કારણ ધો.12 સાયન્સ પાસ કર્યા બાદ મોટા ભાગના વિદ્યાર્થીઓ ઇજનેરી, ફાર્મસી અને તબીબી વિદ્યાશાખામાં જતા હોય છે. આ વર્ષે કુલ 5570 વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા હોય કોલેજોમાં સંખ્યા વધશે. કારણ કે ગત વર્ષે પાસ થનારાની સંખ્યા આ વખતે વધીને 5570 થઇ ગઇ છે. તો પણ એમ.કે. ભાવનગર યુનિ.ની કોલેજોમાં કોઇ વિદ્યાર્થીને પ્રવેશ ન મળે તેવું નહીં થાય. જિલ્લામાં કેન્દ્ર વાઈઝ પરિણામમાં આ વર્ષે તળાજા પ્રથમ ક્રમે સાયન્સમાં A1 ગ્રેડમાં 745 વિદ્યાર્થી વધ્યા ધો.12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં,કુલ 118973 વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 93678 વિદ્યાર્થીઓ "ક્વોલિફાઇડ" થયા છે. આમ વિદ્યાર્થીઓની વાત કરીએ તો, વિજ્ઞાન પરીક્ષાનું પરિણામ 84.33 ટકા છે. આમ બારમા ધોરણમાં ગયા વર્ષ એટલે કે 2025 કરતા 9691 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે તેની સામે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 10,515 જેવી આ વખતે વધુ રહી હતી. જ્યારે A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વખતે 745 વિદ્યાર્થીઓનો વધારો થયો છે. ગ્રેડ મુજબ રિઝલ્ટ ભાવનગરમાં સાયન્સમાં પાસ
    Click here to Read More
    Previous Article
    કમલમમાં ઝાલમૂરી અને જલસા:ડુંગળીની વાત વાયા પંચાલ CMથી સંઘવી સુધી પહોંચી, રસગુલ્લો મોઢામાં મુકી પ્રશાંત કોરાટ ઠેબું ખાઈ ગયા, જુઓ VIDEO
    Next Article
    સાચવજો:વલભીપુરમાં ત્રણ તંત્રના ડખાને કારણે બીનઆરોગ્યપ્રદ ખોરાકની બોલબાલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment