Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોની સુવિધામાં વધારો:યાત્રિકોની સુવિધા બાબતે મોટું પગલું બાંદ્રા–પાલિતાણા સ્પે. ટ્રેનની ઘોષણા

    4 days ago

    પાલિતાણામાં આવનારા યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી તેમજ 495મી સાલગીરી નિમિત્તે વિશેષ આયોજન હાથ ધરાયું છે. આ અવસરે 1150થી વધુ દેરીઓ પર ધ્વજારોહણ થવાનું છે, જેને લઇને દેશભરમાંથી મોટી સંખ્યામાં જૈન યાત્રિકો પાલિતાણા પહોંચવાની સંભાવના છે. યાત્રિકોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નં. 09023 બાંદ્રા–પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ તા. 6 મે (બુધવાર)ના રોજ બપોરે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી બીજા દિવસે સવારે 5:10 વાગ્યે પાલિતાણા પહોંચશે. પરત ફરતી ટ્રેન નં. 09024 તા. 8 મે 2026 (શુક્રવાર)ના રોજ સાંજે 5:00 વાગ્યે પાલિતાણાથી રવાના થઈ બીજા દિવસે સવારે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. મુસાફરો માટે સ્લીપર ક્લાસ અને એસએલઆરડી કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટ્રેન માટેનું બુકિંગ તા. 5 મે 2026થી શરૂ થશે. છેલ્લી ઘડીએ ટ્રેન ફાળવો તો શું કામની? પાલિતાણામાં મોટા સાલગીરી મહોત્સવને લઇને મુંબઇ સહિત દેશભરમાંથી યાત્રિકો આવવાના છે. છતાં રેલવે દ્વારા ટ્રેનની જાહેરાત છેલ્લી ઘડીએ થતાં મુસાફરોને આયોજનમાં મુશ્કેલી પડી રહી છે. અગાઉથી જાહેરાત કરવામાં આવે તો યાત્રિકોને વધુ સુવિધા મળી શકે.
    Click here to Read More
    Previous Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તો 12મી સુધીમાં પ્રવેશ લઇ લેવો
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાલિતાણામાં ACBના ધામા : મહિલા મોરચાના પ્રમુખના ભ્રષ્ટાચાર મામલે તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment