Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE પ્રવેશ પ્રક્રિયા:શહેરમાં 1125 બેઠક માટે 4300 ફોર્મ ભરાયા, 3319 મંજૂર

    2 days ago

    શૈક્ષણિક વર્ષ 2026-27માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવીને 23 એપ્રિલને ગુરૂવાર કરવામાં આવી હતી જે મુદ્દત આજે રાત્રે 12 કલાકે પૂર્ણ થતા ભાવનગર શહેરમાં કુલ 1125 બેઠક માટે 4300થી વધુ ફોર્મ મળ્યા છે અને તેમાં 3319 અરજી તો મંજૂર પણ થઇ ગઇ છે આમ, એક બેઠક માટે ત્રણ બાળક માટે પ્રવેશ માટે સ્પર્ધા રહેશે. રાઇટ ટૂ એજ્યુકેશન(RTE) અંતર્ગત ગુજરાત રાજ્યમાં ખાનગી શાળાઓમાં તક વંચિત અને જરૂરિયાતમંદ બાળકોને ધોરણ-1 માં વિના મૂલ્ય પ્રવેશ માટે પ્રક્રિયામાં ઓનલાઇન અરજીનો આજે અંતિમ દિવસ હતો ત્યારે સાંજ સુધીમાં ભાવનગર શહેરમાં 110 ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે 1125 બેઠકો ઉપલબ્ધ છે. આજ સુધીમાં 3319 અરજી મંજૂર થઇ ગયેલી છે તેને ધ્યનમાં લઇએ તો એક બેઠક માટે ત્રણ બાળકો વચ્ચે પ્રવેશ માટે સ્પર્ધા રહેશે. ભાવનગર શહેરમાં આ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત સ્કૂલ 4295 અરજી આજે સાંજ સુધી મળી છે અને રાત સુધી અરજી સ્વીકારવાની હોય આ આંકડો 4300 ને પાર કરી જશે તેવી પૂરી શક્યતા છે ત્યારે ગત વર્ષની તુલનામાં આ વર્ષે અરજીમાં ઘટાડો થયો છે ગત વર્ષે શહેરમાં 4682 અરજી મળી હતી જ્યારે આ વર્ષે 4300 ગણીએ તો 382 જેટલી અરજી ઘટી ગણાય. ભાવનગરમાં આ વર્ષે જે 4295 અરજી મળી છે આ ઉપરાંત 66 અરજી હજી પેન્ડિંગ છે તો અરજીમાં ચકાસણી થઈ છે તે પૈકી 3319 અરજી મંજૂર કરી દેવામાં આવી છે તો 264 અરજી રીજેક્ટ કરવામાં આવી છે જ્યારે 646 અરજી રદ કરી દેવામાં આવી છે. શહેરમાં ગત વર્ષે 4682 અરજી મળેલી ભાવનગર શહેર અને જિલ્લામાં ગત વર્ષ 2025-26 માટે કુલ 2286 બેઠકો હતી અને તે આ બેઠકો માટે કુલ 8654 અરજી મળી હતી. જેમાં ભાવનગર શહેરમાં 1257 પ્રવેશ બેઠકો હતી તે માટે 4682 અરજી મળી હતી જ્યારે ભાવનગર ગ્રામ્ય માટે કુલ1029 બેઠક ઉપલબ્ધ હતી તે માટે 3672 અરજી મળી હતી. ક્યા ક્યા કારણોસર અરજી રદ થઇ વિદ્યાર્થીઓની આરટીઇ અરજી રદ થઇ છે જે માટેના કારણોમાં દસ્તાવેજોમાં ત્રૂટિ, અપૂરતી લાયકાત, ખોટા સર્ટિફિકેટ વિગેરે હોવાના કારણે અરજી થઇ રદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અસંતોષ:તાલીમ વ્યવસ્થામાં બેવડા ધોરણોથી સરકારી ઇજનેરી પ્રાધ્યાપકોમાં અસંતોષ
    Next Article
    વોર્ડ 1 માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા:નૂરમહંમદ પલેજાએ ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો, 500 સમર્થકો પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment