Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસંતોષ:તાલીમ વ્યવસ્થામાં બેવડા ધોરણોથી સરકારી ઇજનેરી પ્રાધ્યાપકોમાં અસંતોષ

    2 days ago

    રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોમાં છેલ્લા કેટલાક સમયથી તાલીમ સંબંધિત નીતિઓ અને અમલીકરણ અંગે ગંભીર અસંતોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. અધ્યાપકોના કૌશલ્યવર્ધન અને કારકિર્દી વિકાસ માટે તાલીમ અત્યંત જરૂરી હોવા છતાં, વર્તમાન વ્યવસ્થામાં અનેક વિસંગતતાઓ સામે આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત સંસ્થા NITTTR દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર તાલીમ છતાં, આ તાલીમ કાર્યક્રમોને TNA પોર્ટલ પર સ્થાન આપવામાં આવતું નથી. પરિણામે, અધ્યાપકો પોતાની પસંદગી અને જરૂરિયાત મુજબની તાલીમ મેળવવામાં વંચિત રહી રહ્યા છે. બીજી તરફ, કેટલીક ખાનગી સંસ્થાઓમાં અધ્યાપકોને ટૂંકી સૂચના પર, તેમની ઇચ્છા અને અનુકૂળતા વિરુદ્ધ ફરજીયાત તાલીમ માટે મોકલવામાં આવે છે. આ ઉપરાંત, તાલીમમાં ગેરહાજરીના કારણોસર અધ્યાપકો અને સંસ્થાના આચાર્યોને CTE કચેરી ખાતે બોલાવી ધમકીભર્યા સ્વરે ખુલાસા માંગવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેને શિક્ષણ ક્ષેત્ર માટે દુઃખદ અને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. જેની મંડળ દ્વારા નિંદા કરવામાં આવેલ છે. આ સિવાય, LDCE, અમદાવાદ તેમજ S SSG ગાંધી ઈજનેરી કોલેજ, સુરત જેવી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓ દ્વારા NITTTR સાથે સંકલન કરીને આયોજન કરાયેલા તાલીમ કાર્યક્રમો માટે સમયસર મંજૂરી આપવામાં ન આવવાથી, તમામ તૈયારીઓ છતાં કાર્યક્રમો યોજાઈ શક્યા નથી. આ પરિસ્થિતિથી અધ્યાપકોના સમય, સંસાધનો અને કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડી રહી છે. અધ્યાપક મંડળની મુખ્ય માંગણીઓ GECs ખાતે આયોજિત અથવા NITTTR દ્વારા સૂચિત તાલીમ માટે મંજૂરી ન આપી અન્ય સંસ્થાઓ ખાતે અધ્યાપકદીઠ સરકાર તરફથી ઉંચી Fees ચૂકવીને અધ્યાપકોને ફરજિયાત તાલીમમાં મોકલવા પાછળના કારણોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તાલીમ મંજૂરી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે. NITTTR તથા સરકારી સંસ્થાઓના તાલીમ કાર્યક્રમોને તાત્કાલિક TNA પોર્ટલ પર સામેલ કરવામાં આવે. તાલીમ માટેના આદેશ ઓછામાં ઓછા 1 અઠવાડિયા અગાઉ આપવામાં આવે. MOOC તાલીમ માટેની મર્યાદાઓ દૂર કરવામાં આવે અને અનાવશ્યક વહીવટી બાધાઓ દૂર થાય. અધ્યાપકોને તેમની ઇચ્છા વિરુદ્ધ તાલીમમાં મોકલવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા:બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુએ સનાતન સપ્તક : પૂજ્ય મોરારિબાપુ
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:શહેરમાં 1125 બેઠક માટે 4300 ફોર્મ ભરાયા, 3319 મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment