Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE પ્રવેશ પ્રક્રિયા:ધોરણ 1માં પ્રવેશ માટે 4684 અરજી, 23 એપ્રિલ સુધી મુદત લંબાવી

    11 hours ago

    મહેસાણા જિલ્લાની 212 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1 માટે અંદાજે 7568 બેઠકો ઉપલબ્ધ છે. જેમાંથી 25 ટકા મુજબ આરટીઈ (RTE) હેઠળ અંદાજે 1921 બેઠકો પર પ્રવેશ અપાશે. જે માટે શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 4684 ઓનલાઇન અરજીઓ નોંધાઈ છે. આ રીતે આરટીઈ હેઠળ ઉપલબ્ધ બેઠકો કરતાં બમણી અરજીઓ આવી છે. જ્યારે ઓનલાઇન પ્રવેશ માટે અરજીની મુદત 17 એપ્રિલથી વધારીને 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવતાં હજુ પણ અરજીઓનો આં કડો વધશે. નબળા અને વંચિત વર્ગના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ આપવા માટેની ઓનલાઇન પ્રક્રિયામાં શુક્રવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 4684 અરજી મળી હતી. તેમાંથી 3114 અરજી ચકાસણી બાદ મંજૂર કરાઇ છે. 256 અરજી ચકાસણી હેઠળ બાકી છે. તે ઉપરાંત, 454 અરજી દસ્તાવેજોની ખામીને કારણે રિજેક્ટ કરાઇ છે. તેમજ 860 અરજી ડુપ્લિકેશનના કારણે રદ કરાઇ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએથી પ્રવેશ ફાળવણી થશે, જેના આધારે પ્રવેશ અપાશે.જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, બાળમજૂર અથવા સ્થળાંતરીત મજૂરના બાળકો સહિતને અગ્રતા અપાય છે.
    Click here to Read More
    Previous Article
    આવેદન:વધી રહેલી જેહાદી માનસિકતા અને ષડયંત્રો સામે કાર્યવાહીની માગણી
    Next Article
    મહેસાણા જૂના રેલવે સ્ટેશન પાસેની ઘટના:તું પોલીસને બાતમીઓ આપે છે કહી આધેડ પર ધારિયાથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment