Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા જૂના રેલવે સ્ટેશન પાસેની ઘટના:તું પોલીસને બાતમીઓ આપે છે કહી આધેડ પર ધારિયાથી હુમલો

    9 hours ago

    પોલીસ સાથેના સંબંધો હોવાની અદાવત રાખી મહેસાણા શહેરમાં ખરીદી કરી રહેલા આધેડને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની ઘટના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. શહેરના ઉચરપી રોડની સુવિધા સોસાયટીમાં રહેતા ટ્રક ડ્રાઇવર ગૌતમભાઈ દિનેશભાઈ રાઠોડ ગુરુવારે તેમના દીકરા પ્રેમ સાથે સાંજે જૂના રેલ્વે સ્ટેશન આગળ દુકાને ખરીદી કરતા હતા. તે સમયે અકબર હારુનભાઈ સિંધીએ આવી લોખંડની પાઇપ મારતા તે નીચે પડી ગયા હતા. તે સમયે અકબરનું ઉપરાણું લઈને ચૌહાણ જાવેદ ઉર્ફે જલાપો સલીમભાઈ અને ભુરીયો બંને જણાએ તું પોલીસ જોડે બેસે છે અને બાતમીઓ આપે છે તેમ કહી ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમના દીકરાએ વચ્ચે પડી તેમને વધુ મારથી છોડાવ્યા હતા. લોકો ભેગા થઈ જતા તેઓ ધમકી આપીને જતા રહ્યા હતા. ગૌતમભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમણે હુમલો કરનાર ત્રણે સામે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:ધોરણ 1માં પ્રવેશ માટે 4684 અરજી, 23 એપ્રિલ સુધી મુદત લંબાવી
    Next Article
    Father, Son Stabbed To Death In Delhi Over Money Dispute: Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment