Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવેદન:વધી રહેલી જેહાદી માનસિકતા અને ષડયંત્રો સામે કાર્યવાહીની માગણી

    13 hours ago

    ​દેશમાં વધી રહેલી વિકૃત જેહાદી માનસિકતા, ગેરકાયદેસર દબાણો અને સુનિયોજિત ષડયંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે બજરંગ દળના કાર્યકરો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક સદભાવના સામે ગંભીર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને લવ જેહાદના વધી રહેલા કિસ્સાઓ હવે સુશિક્ષિત સમાજ અને વ્યવસાયિક ક્ષેત્રો સુધી પહોંચ્યા છે, જે ચિંતાનો વિષય છે. બજરંગ દળના કાર્યકરોએ અમરાવતીમાં બનેલી શરમજનક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,હિંદુ કન્યાઓનું શારીરિક શોષણ કરી અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરવાની ઘટનાઓ જેહાદી માનસિકતા નું વરવું પ્રદર્શન છે. આ સિવાય દેશભરમાં સરકારી અને વન વિભાગની જમીન, રેલવે અને સેનાની સુરક્ષિત જમીનો પર થઈ રહેલા લેન્ડ જેહાદ એટલે કે ગેરકાયદે દબાણો રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો પડકાર છે. ખાણી-પીણીની વસ્તુઓને અપવિત્ર કરી ધાર્મિક લાગણીઓ દુભાવવી અને મુસ્લિમ બહુલ વિસ્તારોમાં લઘુમતી હિંદુ પરિવારો તથા આદિવાસી સમાજની દીકરીઓનું શોષણ કરી તેમને હિજરત માટે મજબૂર કરવા જેવી ગંભીર બાબતો પર ત્વરિત નિકાલ લાવવા માંગ કરાઈ છે. બજરંગ દળ દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે લવ જેહાદ અને બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે કેન્દ્રીય સ્તરે કડક કાયદો બનાવવામાં આવે. રાષ્ટ્રવિરોધી તત્વોને ચિહ્નિત કરી તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે અને તમામ ગેરકાયદે કબજા દૂર કરવામાં આવે. આ કાર્યક્રમમાં બજરંગ દળના સહ-સંયોજક વૈભવ જયેશ સોનાર, વીએચપી સહમંત્રી સાર્થક જિતેન્દ્ર ચૌધરી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રની એકતા તથા અખંડિતતા જાળવી રાખવા માટે પ્રશાસન મક્કમતાથી કામ કરે તેવી અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બ.કાંઠાના 10 તાલુકાની 48 જિલ્લા પંચાયત બેઠકોમાં હડાદમાં સૌથી ઓછી માત્ર 2 બેઠકો
    Next Article
    RTE પ્રવેશ પ્રક્રિયા:ધોરણ 1માં પ્રવેશ માટે 4684 અરજી, 23 એપ્રિલ સુધી મુદત લંબાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment