Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બ.કાંઠાના 10 તાલુકાની 48 જિલ્લા પંચાયત બેઠકોમાં હડાદમાં સૌથી ઓછી માત્ર 2 બેઠકો

    2 days ago

    બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા બેઠકો અને મતદાન મથકોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય 10 તાલુકાઓમાં જિલ્લા પંચાયતની 48 અને તાલુકા પંચાયતની 240 બેઠકો પર રસાકસી જામશે. ચૂંટણી પંચ દ્વારા 897 લોકેશન પર કુલ 1768 મતદાન મથકો ફાળવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે સરકારી આંકડા મુજબ જિલ્લાના રાજકારણમાં ડીસા અને પાલનપુર તાલુકાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશે. જિલ્લાની કુલ 48 જિલ્લા પંચાયત બેઠકોમાંથી સૌથી વધુ 10 બેઠકો એકલા ડીસા તાલુકામાં આવેલી છે, જ્યારે પાલનપુર 8 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ બંને તાલુકાઓ જે પક્ષના પક્ષમાં જશે, તે જિલ્લા પંચાયત પર સત્તા જમાવવામાં સફળ રહેશે. તાલુકા પંચાયતની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં કુલ 240 બેઠકો માટે મતદાન થશે. જેમાં ડીસામાં 38, પાલનપુરમાં 34 અને વડગામમાં 28 બેઠકોનો સમાવેશ થાય છે. ભૌગોલિક દૃષ્ટિએ અંતરિયાળ ગણાતા દાંતા, અમીરગઢ અને હડાદ જેવા વિસ્તારોમાં બેઠકોની સંખ્યા મર્યાદિત છે, પરંતુ આદિવાસી મતોનું પ્રભુત્વ અહીંના પરિણામો પલટી શકે તેમ છે. હડાદમાં સૌથી ઓછી માત્ર 2 જિલ્લા પંચાયત બેઠકો ફાળવવામાં આવી છે. વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર મતદાન મથકોનું સંચાલન છે. જિલ્લામાં કુલ 1768 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે પણ માત્ર 897 બિલ્ડિંગો પર ચલાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે સરેરાશ દરેક લોકેશન પર 2 મતદાન મથકો કાર્યરત રહેશે. ડીસામાં સૌથી વધુ 331 મથકો છે, જ્યારે પાલનપુરમાં 293 મથકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. કાંકરેજ, ઓગડ અને ધાનેરા જેવા વિસ્તારોમાં પણ 130 થી વધુ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો થયા પરેશાન:પાલનપુર ધનિયાણા ચોકડીનો રોડ ન બનતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી
    Next Article
    આવેદન:વધી રહેલી જેહાદી માનસિકતા અને ષડયંત્રો સામે કાર્યવાહીની માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment