Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો થયા પરેશાન:પાલનપુર ધનિયાણા ચોકડીનો રોડ ન બનતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

    4 days ago

    પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચેના એક તરફના માર્ગ વચ્ચે ભૂગર્ભ ગટર નંખાયા બાદ નવો માર્ગ ન બનાવતાં સ્થાનિક રહિશો, વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. નગરપાલિકા અને આર એન્ડ બીના ગજગ્રાહને કારણે સમસ્યાનો ઉકેલ ન આવતાં હવે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. પાલનપુર ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચે જી. યુ. ડી. સી. દ્વારા ભૂગર્ભ ગટર લાઇન નાંખવામાં આવી છે. તેનું કામ પુરૂ થયે બે માસ ઉપરાંતનો સમય વિતી ગયો છે. છતાં નવો રોડ બનાવાયો નથી. આ અંગે સ્થાનિક વેપારીઓ નિકુલભાઇ પટેલ, વિકીભાઇ ઠાકોર, રમેશભાઇ પ્રજાપતિ સહિત રહીશોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, દરરોજના 500થી વધુ વાહનો પસાર થાય છે. ધૂળ ઉડતી હોવાથી સ્વાસ્થ્યને અસર થઇ રહી છે. ખાડામાં ટુ- વ્હિલર ચાલકો પટકાતાં સ્લીપ થઇ રહ્યા છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચોમાસા પહેલા માર્ગ બનવો અશકય છે. પાલિકા રોડની રકમ આર. એન્ડ બી વિભાગમાં જમા કરાવતી નથી. આવી સ્થિતિમાં સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
    Click here to Read More
    Previous Article
    બ.કાં.માં 4 માસમાં PITનો બીજો કેસ:પાલનપુરમાં નશીલા પદાર્થો વેચનાર રીઢા ગુનેગારને વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલાયો
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:બ.કાંઠાના 10 તાલુકાની 48 જિલ્લા પંચાયત બેઠકોમાં હડાદમાં સૌથી ઓછી માત્ર 2 બેઠકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment