Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ.કાં.માં 4 માસમાં PITનો બીજો કેસ:પાલનપુરમાં નશીલા પદાર્થો વેચનાર રીઢા ગુનેગારને વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલાયો

    4 days ago

    પાલનપુરમાં નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલ રીઢા ગુનેગાર અને અગાઉના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ પણ તે ફરી નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું સામે આવતા PIT હેઠળ કેસ કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દેવાયો હતો. જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં PIT હેઠળનો આ બીજો કેસ નોંધાયો છે. પાલનપુરમાં હેરોઈન સહિતના નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ઈશ્વરભાઈ ઉર્ફે હેન્ડલ કેશાભાઈ સલાટ સામે પોલીસે PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી દીધો છે. આરોપી માનસરોવર ફાટક વિસ્તારમાં રહેતો હતો અને અગાઉ જામનગર તેમજ બનાસકાંઠામાં NDPSના બે ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.. ડ્રગ્સ હેરાફેરી રોકવાનું કામ PIT NDPS એક્ટનું છે બનાસકાંઠા જિલ્લા એસઓજી પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું કે,PIT NDPS Act માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટેનો અટકાયતી કાયદો છે. સામાન્ય NDPS Act ગુનો થયા બાદ કાર્યવાહી કરે છે, PIT NDPS ગુનો અટકાવવા માટે અગાઉથી જ કડક પગલાં લે છે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સચિવ સ્તરના અધિકારી આ કાયદા હેઠળ 1 વર્ષ સુધી, અને ગંભીર કેસમાં 2 વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખી શકે છે. જામીન મળવા મુશ્કેલ હોય છે અને માત્ર એડવાઈઝરી બોર્ડ સમક્ષ રજૂઆત થઈ શકે છે. ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ, હેરાફેરી, ફાઈનાન્સિંગ અથવા આશરો આપતા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. ગેરકાયદે કમાયેલી મિલકતો પણ જપ્ત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલના ડેન્ટલ વિભાગે બાળકને થતી ખાવાની તકલીફ દૂર કરી‎:પાલનપુર સિવિલમાં ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી
    Next Article
    વાહનચાલકો થયા પરેશાન:પાલનપુર ધનિયાણા ચોકડીનો રોડ ન બનતાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment