Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલના ડેન્ટલ વિભાગે બાળકને થતી ખાવાની તકલીફ દૂર કરી‎:પાલનપુર સિવિલમાં ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી

    4 days ago

    દાંતા તાલુકાના ચેખલા ગામે 10 ફૂટ ઊંચા શેડ પરથી નીચે પડતાં 7 વર્ષીય બાળકના મોઢામાંથી ભારે રક્તસ્ત્રાવ થવા છતાં પાલનપુર સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગે માત્ર એક કલાકમાં સફળ સર્જરી કરી બાળકના તૂટી ગયેલા જડબાને ફરીથી યોગ્ય બનાવ્યું હતું. દાંતા તાલુકાના ચેખલા ગામે 7 વર્ષીય રાહુલભાઈ પશુના શેડ ઉપરથી અંદાજિત 10 ફૂટ ઊંચાઈ પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતમાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી નીકળી રહ્યું હતું. પડતાની સાથે જ બાળક બેહોશ થઈ જતા પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો.પરિવારે 108 મારફતે બાળકને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપી રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. સિવિલના ડેન્ટલ વિભાગને તપાસ દરમિયાન બાળકના મોઢામાં ભારે સોજો અને જડબું તૂટી ગયેલું હોવાનું જણાતા સીટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેમાં જડબામાં ફ્રેક્ચર સ્પષ્ટ થતાં તાત્કાલિક સર્જરીનો નિર્ણય લેવાયો હતો.સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડો.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટરોની ટીમે લગભગ એક કલાકમાં સફળ સર્જરી કરી હતી. ઇન્ટ્રાઓરલ ટેક્નિકથી જડબું સ્થિર કરાયું અને બાળકને ખાવામાં સરળતા રહે તે માટે ખાસ સ્પ્લિન્ટ મુકાયું હતું. સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી હતી
    Click here to Read More
    Previous Article
    કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી
    Next Article
    બ.કાં.માં 4 માસમાં PITનો બીજો કેસ:પાલનપુરમાં નશીલા પદાર્થો વેચનાર રીઢા ગુનેગારને વડોદરાની સેન્ટ્રલ જેલ મોકલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment