Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી

    1 week ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ડોળીયા બાઉન્ડ્રીથી એક સેવાભાવી વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇન ટીમને તેમની મદદ લેવા માટે બોલાવેલ સેવાભાવી વ્યક્તિએ જણાવ્યું કે રાજકોટ હાઇવે પર ચોટીલા તરફ જતા ડોળીયા બાઉન્ડ્રી એ એક પીડિત મહિલા માર્ગ પર ભટકતા હતા ઘણા સમયથી નાગેશ્વર આશ્રમની બાજુમાં આવેલ ઓટલા ઉપર બેઠેલા છે. જેથી તે પીડિતાના આશ્રય માટે મદદ માંગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેમાં કાઉન્સિલર મેત્રા રીંકલ કોન્સ્ટેબલ મનીષાબેન નાકિયા તેમજ પાયલોટ મહેશભાઈ સભાડ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના જાણી અને પૂછપરછ કરતા એવું જાણવા મળેલ કે ઘણા સમયથી પીડિતી હતી અને અલગ અલગ વિસ્તારમાં ભટક્યા કરતી હતી. અંદાજે એક અઠવાડિયાથી તે નાગેશ્વર આશ્રમની બહાર ઓટલે બેઠેલ છે. જેથી આશ્રમના બાપુએ તેમને જમવાનું આપેલ વાત કરવા ની ટ્રાય કરેલ પરંતુ તે બાપુને કાંઈ જણાવતા નથી માટે બાપુએ પીડિતાને આશ્રય મળે માટે ગામના સરપંચ‌ના છોકરાને વાત કરેલી સરપંચના દીકરાએ શિવાલય સેલટર હોમ જશાપરના પ્રમુખ નીતાબેન જાની જોડે કોન્ટેક કરી તેમને પીડિતાને લેવા માટે બોલાવેલ નીતાબેનની જોડે ટીમ પણ ઘટના સ્થળે હાજર હતી. પરંતુ પીડિતા ગભરાઈ ગયેલ તે તેમનું સાચું સરનામું પણ જણાવતા ન હતા. બંને ટીમે તેમને સાત્વના આપી તેમજ તે વાનમાં બેસવા તૈયાર થતા ન હતા. ઘણા પ્રયાસ કરી પછી લાગણી તેમજ પ્રેમ ભાવથી ખૂબ સમજાવી પીડિતા મહિલાને તેમની વાનમાં બેસવા તૈયાર કરેલ પછી તે આશ્રય જવા માટે રાજી થઈ ગયેલ પીડિતાને ન કોઈ ઘર હોય ન કોઈ પરિવાર હોય સતત રસ્તે જીવન પસાર કરતા હોય માટે તેમને આશ્રય તેમજ સુરક્ષાની ખૂબ જ જરૂર જણાય 181 મહિલાને ખૂબ પ્રયત્ન કરી મહિલાને શિવાલય સેલટર હોમમાં આશ્રય અપાવેલ હતો.
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:પોરબંદરના ભડ ગામ નજીક બાઇક આડે ખૂટીયો ઉતરતા એકનું મોત, એક ઘાયલ
    Next Article
    સિવિલના ડેન્ટલ વિભાગે બાળકને થતી ખાવાની તકલીફ દૂર કરી‎:પાલનપુર સિવિલમાં ડોક્ટરોએ બાળકના તૂટી ગયેલા જડબાની એક કલાકમાં સર્જરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment