Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:પોરબંદરના ભડ ગામ નજીક બાઇક આડે ખૂટીયો ઉતરતા એકનું મોત, એક ઘાયલ

    1 week ago

    પોરબંદરના ભડ ગામ નજીક એક બાઇક આડે અચાનક ખૂટીયો ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઈકમાં સવાર એક યુવાનનું મોત થયું હતું તો એક યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લાના માર્ગો પર રઝળતા ઢોરનો આતંક વધ્યો છે.આ રઝળતા ઢોરને લઈને અવાર નવાર અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે.પોરબંદરના ભડ ગામ નજીક એક બાઇક આડે અચાનક ખૂટીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો .બિરલા કોલોનીના ઇન્દિરાનગરમાં મહાકાળી મંદિર પાસે રહેતા ચૌહાણ મુકેશ રવજીભાઈ તથા શિયાળ માનવ જયદેવ નામના બંને યુવાનો ભડ ગામેથી પોરબંદર ગુરુવારે રાત્રે બાઈક મારફતે આવી રહ્યા હતા ત્યારે ભડ ગામ નજીક બાઈક આડે એકાએક ખુતીયો ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકમાં સવાર ચૌહાણ મુકેશ રવજીભાઈનું મોત થયું હતું તો અન્ય એક યુવાનને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર રાજકોટ, પોરબંદર દ્વારકા અને પોરબંદર સોમનાથ હાઇવે ઉપરાંત અન્ય માર્ગો પર દર મહિને રઝળતા પશુઓને લીધે અનેક નાના મોટા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આવા અકસ્માતમાં ભૂતકાળમાં લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે હુમલો કર્યો‎:મહિયારી ગામે માતા પુત્ર પર શખ્સનો હિચકારો હુમલો
    Next Article
    કાઉન્સેલિંગ:ડોળીયા બાઉન્ડ્રી પાસે એક સપ્તાહથી ભટકતી નિરાધાર મહિલાને છત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment