Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝઘડાનું મનદુ:ખ રાખી શખ્સે હુમલો કર્યો‎:મહિયારી ગામે માતા પુત્ર પર શખ્સનો હિચકારો હુમલો

    1 week ago

    કુતિયાણાના મહીયારી ગામે અગાઉના મનદુઃખમાં એક શખ્સે માતા પુત્રને લોખંડના પાઈપ વડે માર મારી ગંભીર ઈજાઓને પહોચાડી જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના મહીયારી ગામે રહેતા વિજય માલદેભાઈ સોલંકીને દશેક દિવસ પહેલા આ ગામના કરણ પરબત પરમાર નામના શખ્સ સાથે બોલાચાલી તથા ઝઘડો થયેલ હતો, જે વાતનુ મનદુખ રાખી શખ્સે યુવાનને તથા યુવાનના માતા મંજુબેનને જેમ ફાવે તેમ ભુંડી ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરી. લોખંડના પાઈપ વડે માર મારી શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી અને મંજુબેનને માથાના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે કરણ પરબત પરમાર સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાંઢિયાવાડની ઘટના:પાણી સમજી એસિડનો ઘૂંટડો પી જતા પરિણીતા સારવારમાં
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:પોરબંદરના ભડ ગામ નજીક બાઇક આડે ખૂટીયો ઉતરતા એકનું મોત, એક ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment