Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણ:RTE હેઠળ વાલીઓ ફોર્મ ભરતી વખતે સવારની કે બપોરની પાળી પસંદ કરી શકશે

    4 days ago

    અમદાવાદ સહિતની રાજ્યભરમાં આવેલી સ્કૂલોમાં આરટીઈ હેઠળની 25 ટકા બેઠકો મુજબની 85 હજાર બેઠકો પરની પ્રવેશપ્રક્રિયા અંગે સપ્તાહના અંત સુધીમાં જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓના વાલી જે સ્કૂલમાં સવારની અને બપોરની એમ બે શિફટ કે પાળી હોય તેવી સ્કૂલોમાં પોતાને અનુકૂળ કે પસંદ હોય તેવી શિફ્ટની પસંદગી કરી શકશે. પહેલાં ઘણા કિસ્સામાં સવારની પાળીમાં સંપન્ન પરિવારના બાળકોને પસંદગી કરવાની તક અપાતી હતી. જોકે રાજ્યની પ્રાથમિક શિક્ષણ વિભાગ નિયામકની કચેરીએ આરટીઈ પ્રવેશ પ્રક્રિયા હેઠળના પોર્ટલમાં ફેરફાર કર્યો છે, જે મુજબ આરટીઈ પોર્ટલ પર માત્રને માત્ર શાળાની કુલ બેઠકો જ નહીં પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો દેખાશે. જેના પરિણામે વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાને અનુકૂળ હોય તે રીતે પોતાની શાળાની પસંદગી કરી શકશે. શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાં 25 ટકા બેઠકો સ્કૂલ બેઠકો શહેરની સ્કૂલ 1343 14000 ગ્રામ્યની સ્કૂલ 200 02000 ગત વર્ષે 16 માર્ચે પ્રવેશની જાહેરાત કરાઈ હતી શૈક્ષણિક વર્ષ 2025-26 આરટીઈ એકટ- 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 16મી માર્ચે પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરાઈ હતી. જોકે હજી સુધી આરટીઈ હેઠળની 25 ટકા મુજબની બેઠકોની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત હજી સુધી કરાઈ જ નથી. આટલા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે 2025માં આવકની મર્યાદા 6 લાખ સુધીની કરાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ શૈક્ષણિક વર્ષ 2025-2026 માટે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં બાળકોના વાલીઓ માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખ સુધીની કરી છે. અગાઉનાં વર્ષોમાં ધોરણ-1માં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવકમર્યાદા હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાનો સરવે:શહેરના 26 વિસ્તારમાં 3 દિવસ સુધી સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ ગરમી રહેશે
    Next Article
    ગેસ સપ્લાય તાત્કાલિક સુધારવાની માંગ:40% ગેસ પુરવઠો ઓછો મળતાં જીવનજરૂરી દવાના ઉત્પાદન પર ઘટાડાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment