Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારૂતિનગર, કૈલાસનગર સહિતમાં બુલડોઝર ફેરવ્યું:હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ, 40 મકાનો તોડ્યા

    1 day ago

    ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરીત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય જોખમી મકાનોને નોટિસ આપી, કનેક્શનનો કાપી ખાલી કરાવ્યા હતા. અંતે 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત થઈ ગયેલા મકાનોનો વિવાદ લાંબા સમયથી શરૂ છે. તેમાં પણ ભાવનગર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વચ્ચે જવાબદારીની ખો પણ વારંવાર બે વહીવટી તંત્રોના સંકલનનો અભાવ દર્શાવે છે. પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વખતે ચોમાસા પહેલા શહેરના તમામ જર્જરીત મકાનોને નોટિસ આપી હતી. તેમ છતાં રહીશો દ્વારા મકાન ખાલી નહીં કરાતા અતિશય જર્જરીત મકાનોના નળ, ગટર અને વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. અંતે મકાનો ખાલી થતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરના મારુતિનગર તેમજ કૈલાશનગરમાં કુલ ત્રણ બ્લોકના 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કર્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરીત મકાનોને તોડી પાડવા માટેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ શરૂ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. જેમ જેમ મકાનો ખાલી થતા જશે તેમ તેમ હાઉસિંગ બોર્ડ દ્વારા અતિશય જર્જરીત મકાનોને તોડવાની કામગીરી કરાશે. 85 મકાનોને તોડી પાડવાની તૈયારી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ડિમોલિશનની શરૂ કરેલી કાર્યવાહીમાં આગામી દિવસોમાં શહેરના ભરતનગર વિસ્તારમાં મારુતિનગર, શિવનગર અને કૈલાશનગર વિસ્તારના કુલ 7 જેટલા બ્લોકના 85 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. વૈકલ્પિક વ્યવસ્થાની રહીશોની માંગ ભરતનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને તોડવાની કામગીરી શરૂ કરાતા કૈલાશનગરના રહીશો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે જઈ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગણી સાથે આક્રોશભેર રજૂઆત કરી હતી. નોટિસ બાદ જોડાણો કાપ્યા, મકાનો ખાલી કરાવ્યા, મારૂતિનગર, કૈલાસનગર સહિતમાં બુલડોઝર ફેરવ્યું
    Click here to Read More
    Previous Article
    પગમાં ગોળી વાગતા યુવક હોસ્પિટલમાં:ઉત્તરપ્રદેશમાં ગર્લફ્રેન્ડની હત્યા કરનાર ભાવનગરના યુવકનું હાફ એન્કાઉન્ટર
    Next Article
    15 વર્ષ જૂના વાહનોની રિ-રજિસ્ટ્રેશનું કામ અટક્યું:નિયમો બદલ્યા પણ પોર્ટલ અપડેટ ન કરાતા બે માસથી RTOમાં જૂનાં વાહનોનું રજિસ્ટ્રેશન ઠપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment