Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 વર્ષ જૂના વાહનોની રિ-રજિસ્ટ્રેશનું કામ અટક્યું:નિયમો બદલ્યા પણ પોર્ટલ અપડેટ ન કરાતા બે માસથી RTOમાં જૂનાં વાહનોનું રજિસ્ટ્રેશન ઠપ

    1 day ago

    અમદાવાદ અને વસ્ત્રાલ સહિત રાજ્યભરની આરટીઓમાં 15 વર્ષ જૂના ફોર-વ્હીલરનું રિ-રજિસ્ટ્રેશન છેલ્લા બે મહિનાથી ઠપ્પ છે. વાહન વ્યવહાર વિભાગે નવો નિયમ બનાવી ગાડીઓનું રિ-રજિસ્ટ્રેશન ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર (ATS) પર અને ટુ-વ્હીલરનું આરટીઓમાં કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સરકારી પોર્ટલ અપડેટ ન થતાં ઓનલાઈન સિસ્ટમમાં ATSનો કોઈ વિકલ્પ જ દેખાતો નથી. આ ખામીને લીધે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની અરજીઓ અલગ પાડી શકાતી નથી, જેથી આરીટઓ અધિકારીઓએ કામગીરી અટકાવી દીધી છે. અમદાવાદમાં દર મહિને સરેરાશ 4500થી 5000 વાહનો રિ-રજિસ્ટ્રેશન માટે આવે છે. તંત્રના અણઘડ આયોજન અને ઓનલાઈન પોર્ટલના વાંકે હજારો વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. શું સમસ્યા હોવાના કારણે કામગીરી બંધ પડી - પોર્ટલમાં હજુ પણ આરટીઓમાં રિ-રજિસ્ટ્રેશનનો વિકલ્પ બતાવે છે. - પોર્ટલમાં ફોર અને ટુ-વ્હીલરના રિ-રજિસ્ટ્રેશનની અરજીમાં બાયફરકેશન ન હોવાના લીધે આરટીઓ અધિકારી અરજી પર કામગીરી કરતા નથી. - આધિકારીક રીતે એટીએસ સેન્ટરને કામગીરી સોંપી દેવામા આવી છે તો ત્યાં રિ-રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. એકપણ આરટીઓમાં કામગીરી બંધ નથી હાલમાં દરેક આરટીઓ કચેરીમાં રિ-રજિસ્ટ્રેશનની કામગીરી ચાલે છે, કોઇ પણ આરટીઓમાં આ કામગીરી બંધ નથી. વિભાગ દ્વારા જે રીતે નિયમો બનાવાયા હતા તેને ધ્યાનમાં રાખીને સતત કામગીરી કરવામાં આવી રહી છે - જયમીન ચૌધરી, એઆરટીઓ, વાહન વ્યવહાર વિભાગ
    Click here to Read More
    Previous Article
    મારૂતિનગર, કૈલાસનગર સહિતમાં બુલડોઝર ફેરવ્યું:હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ, 40 મકાનો તોડ્યા
    Next Article
    આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકજામની સમસ્યા માથાનો દુ:ખાવો બની:2 વર્ષમાં નો પાર્કિંગ-રોંગ સાઈડ બદલ 10 લાખ લોકોએ 93 કરોડનો દંડ ભર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment