Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકજામની સમસ્યા માથાનો દુ:ખાવો બની:2 વર્ષમાં નો પાર્કિંગ-રોંગ સાઈડ બદલ 10 લાખ લોકોએ 93 કરોડનો દંડ ભર્યો

    1 day ago

    શહેરમાં ટ્રાફિકની સમસ્યા હાલ ચરમસીમાએ પહોંચી છે. જેને હલ કરવા માટે ટ્રાફિક પોલીસ મરણીયા પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે ઠેર ઠેર કટ બંધ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે પોલીસે ટ્રાફિકના નિયમના ભંગ બદલ વધારે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવાનું પણ શરૂ કર્યુ છે. તેમાં પણ છેલ્લા બે જ વર્ષમાં (2024 અને 2025) અમદાવાદ પોલીસે નો-પાર્કિંગ અને રોંગ સાઈડમાં વાહન ચલાવનારા 10.10 લાખથી વધુ લોકો પાસેથી રૂ. 93.26 કરોડનો દંડ વસૂલ કર્યો છે. તેમ છતાં વાહન ચાલકોને દંડ ભરવાનું મંજુર છે, પણ નિયમ પાળવાનું નહીં. 2025માં રોંગ સાઈડે આવતા 1.77 લાખ લોકો પકડાયા ફોલ્ટી ડિઝાઈન ટ્રાફિક જામનું મુખ્ય કારણ પોલીસના આંતરિક વિશ્લેષણ મુજબ, ટ્રાફિક જામ થવા પાછળ રોડની ખામીયુક્ત (ફોલ્ટી) ડિઝાઈનના અને ઠેર-ઠેર ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજ, મેટ્રો તેમજ રોડના ખોદકામના કામો મુખ્ય બે કારણો છે. આ સરકારી પ્રોજેક્ટો અને ઈજનેરી ખામીઓને લીધે રસ્તાઓ સાંકડા થઈ જાય છે. 24 કટ બંધ કરવાથી જામની ફરિયાદ 50% ઘટી ટ્રાફિક પોલીસે આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે શહેરમાં નડતરરૂપ એવા 24 રોડ કટ (ડિવાઈડર વચ્ચેના કટ) બંધ કરી દીધા છે જેને કારણે અને હેલ્પલાઈન પર આવતા કોલ્સમાં 50 ટકાનો ઘટાડો થયો છે. - નરેશકુમાર કનઝરિયા, ડીસીપી ટ્રાફિક (પૂર્વ) અમદાવાદ
    Click here to Read More
    Previous Article
    15 વર્ષ જૂના વાહનોની રિ-રજિસ્ટ્રેશનું કામ અટક્યું:નિયમો બદલ્યા પણ પોર્ટલ અપડેટ ન કરાતા બે માસથી RTOમાં જૂનાં વાહનોનું રજિસ્ટ્રેશન ઠપ
    Next Article
    જામનગર, જૂનાગઢ, સુરત, કલોલની કોલેજ સામે લાલ આંખ:NMCની રાજ્યની 4 મેડિકલ કોલેજોને નોટિસ, દર્દી અને સ્ટાફની અછતની ખામી સામે આવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment