Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર, જૂનાગઢ, સુરત, કલોલની કોલેજ સામે લાલ આંખ:NMCની રાજ્યની 4 મેડિકલ કોલેજોને નોટિસ, દર્દી અને સ્ટાફની અછતની ખામી સામે આવી

    1 day ago

    મેડિકલ શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓને પૂરતી ક્લિનિકલ તાલીમ મળી રહે તે માટે નેશનલ મેડિકલ કમિશન (એનએમસી) દર વર્ષે મેડિકલ કોલેજોનું નિરીક્ષણ કરે છે. નિરીક્ષણમાં ગુજરાતની 4 મેડિકલ કોલેજોમાં દર્દીની સંખ્યા, ફેકલ્ટીની ઉપલબ્ધતા અને અન્ય ફરજિયાત માપદંડોમાં ખામીઓ નોંધાતા તેમને 45 દિવસમાં સુધારા કરવા નોટિસ આપી છે. આ કોલેજોને નોટિસ : શ્રી એમ.પી. શાહ ગવર્મેન્ટ (જામનગર), જીએમઇઆરએસ (જૂનાગઢ), ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સુરત) અને સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ (કલોલ)ને અપાઈ છે. રોજના 800 દર્દી હોવા ફરજિયાત એનએમસીના લઘુત્તમ ધોરણો મુજબ 150 એમબીબીએસ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજની સંલગ્ન હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 800 ઓપીડી અને 480 ઇન્ડોર (આઈપીડી) દર્દીઓ હોવા જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓને પૂરતી ક્લિનિકલ તાલીમ મળી શકે. જરૂરી શિક્ષકવર્ગ ઉપલ્બધ હોવો જોઈએ. 45 દિવસ બાદ શું કાર્યવાહી થઈ શકે? ચારેય કોલેજોએ આગામી 45 દિવસમાં તમામ ખામીઓ દૂર કરીને તેનો અહેવાલ એનએમસીને સોંપવાનો રહેશે. જરૂર પડશે તો ફરી નિરીક્ષણ પણ હાથ ધરશે. જો ખામીઓ યથાવત રહેશે અથવા લઘુતમ ધોરણોનું પાલન નહીં થતું હોવાનું સામે આવશે તો એમબીબીએસની બેઠકોમાં ઘટાડો, નવા વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક અથવા કોલેજની મંજૂરીના નવીનીકરણ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ કારણે દર્દીઓની સંખ્યા કેમ મહત્ત્વની? મેડિકલ શિક્ષણમાં વર્ગખંડના અભ્યાસ જેટલો મહત્વનો ભાગ હોસ્પિટલમાં મળતી ક્લિનિકલ તાલીમનો છે. વિદ્યાર્થીઓને દર્દીઓની તપાસ, નિદાન, સારવાર અને વિવિધ તબીબી પ્રક્રિયાઓનો અનુભવ વાસ્તવિક પરિસ્થિતિમાં મળે છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોય તો આ તાલીમ અધૂરી રહે છે. શિક્ષકો ન હોય તો અભ્યાસ પર અસર પડે છે.
    Click here to Read More
    Previous Article
    આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકજામની સમસ્યા માથાનો દુ:ખાવો બની:2 વર્ષમાં નો પાર્કિંગ-રોંગ સાઈડ બદલ 10 લાખ લોકોએ 93 કરોડનો દંડ ભર્યો
    Next Article
    TReDS નોંધણીને ફરજિયાત બનાવવાની માંગ ઉઠી:નોંધણી ફરજિયાત કરવામાં આવશે તો જ એમએસએમઈને વાસ્તવિક લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment