Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગમાં ગોળી વાગતા યુવક હોસ્પિટલમાં:ઉત્તરપ્રદેશમાં ગર્લફ્રેન્ડની હત્યા કરનાર ભાવનગરના યુવકનું હાફ એન્કાઉન્ટર

    एक दिन पहले

    યુપીના જૌનપુરમાં વોટ્સએપ ચેટ ન બતાવવા પર યુવકે પોતાની પરિણીત ગર્લફ્રેન્ડનું ગળું કાપીને હત્યા કરી દીધી. ત્યારબાદ ધારિયાથી મૃતદેહને ત્રણ ટુકડામાં કાપ્યો. હાથ અને કમરના નીચેના ભાગને કાળી પોલીથીનમાં ભરીને બે અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. આરોપી યુવક ભાવનગરનો રહેવાસી છે. જૌનપુરમાં મોર્નિંગ વોકમાં નિકળેલા લોકોએ ઝાડીઓમાં મોટી પોલીથીન બેગ જોતા શંકા ગઇ હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે પોલીથીન બેગ તપાસમાં અંદરથી અજાણી મહિલાની કમરનો ઉપરનો ભાગ જોવા મળ્યો હતો. જ્યારે આસપાસથી બંન્ને હાથ મળી આવ્યા હતા. ત્યારબાદ આરોપી મહિલાના પગ ફેંકવા ગયો ત્યારે પોલીસે તેને ઘેરી લીધો હતો. જે દરમિયાન આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કરતા પોલીસે વળતું ફાયરિંગ કરી પગમાં ગોળી મારી હતી. ભાવનગર જિલ્લાનો રહેવાસી હેમલ ઉર્ફે દિલીપ ભુપેન્દ્રભાઇ ખખરીયા યુપીના જૌનપુરમાં આવેલ મડિયાહું કસબાની કોલોનીમાં રહેતો હતો. જે દરમિયાન બે માસ અગાઉ રેશ્મા ખાતૂન ઉર્ફે સના (ઉ.વ.38) સાથે પરિચય થતા સાથે રહેતા હતા. ત્યારે રેશ્મા કોઇ અન્ય યુવક સાથે વાત કરતી હોવાની શંકાએ દિલીપે રેશ્માની વોટ્સએપ ચેટ જોવા માટે મોબાઇલ માંગતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં છરીથી રેશ્માનું ગળું કાપી નાંખ્યું હતું. જે બાદ લાશને ઠેકાણે પાડવા માટે દિલીપે બજારમાંથી ધારીયું અને પોલીથીને લઇ આવ્યો હતો. ધારીયા વડે લાશના ટુકડા કરી ટુકડાઓને અલગ અલગ સ્થળોએ ફેંકી, પ્રથમ ટુકડા જંગલમાં ફેંક્યા હતા અને બીજી રાતે પગ ફેંકવા જતાં ઝડપાઇ ગયો હતો. મૃતક 3 બાળકોની માતા મહિલાના પતિ રહિમખાને પત્નીની ઓળખ કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પતિને સોંપવામાં આવ્યો છે. રેશ્મા પરણિત હતી. તેને ત્રણ બાળકો છે.
    Click here to Read More
    Previous Article
    ‘Husband didn’t like her working, hit her’: Family of Delhi woman who ‘fell to death’
    Next Article
    મારૂતિનગર, કૈલાસનગર સહિતમાં બુલડોઝર ફેરવ્યું:હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ, 40 મકાનો તોડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment