Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહન ભાગવતના અમેરિકામાં પગ મૂકતાં જ રાજકારણ ગરમાયું:RSS પ્રમુખના કાર્યક્રમનો મમદાનીએ વિરોધ કરતાં ભડકી અમેરિકન સિંગર, મેયરને એન્ટી મોદી-BJP ગણાવ્યા

    18 hours ago

    RSS ચીફ મોહન ભાગવત મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા. આ તેમની 17 દિવસની ત્રણ દેશોની મુલાકાતનો પ્રથમ પડાવ છે. ન્યૂયોર્કના JFK એરપોર્ટ પર ભારતીય મહિલાઓએ તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું. ભાગવતનો આ પ્રવાસ RSSના શતાબ્દી વર્ષના ગ્લોબલ આઉટરીચ કાર્યક્રમ હેઠળ થઈ રહ્યો છે. RSSના 100 વર્ષ પૂરા થવાના અવસરે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકા પછી ભાગવત કેનેડા અને બ્રિટન જશે. સંઘના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેઓ ભારતીય મૂળના લોકો અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ ભાગવતની મુલાકાત અંગે કહ્યું કે હું RSSના કાર્યક્રમને સમર્થન આપતો નથી. વિભાજનકારી વિચારધારાનો વિરોધ કરું છું. મેડિસન સ્ક્વેરમાં ભાગવત ભારતીયોને સંબોધિત કરશે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનું આયોજન અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) ફોરમ કરી રહ્યું છે. કાર્યક્રમમાં ભાગવતનું સંબોધન પણ થશે. આ કાર્યક્રમ રક્ષાબંધનના અવસરે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આયોજકોના મતે, કાર્યક્રમમાં રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને એકતા, નાગરિક જવાબદારી અને વૈશ્વિક સદ્ભાવના સંદેશ સાથે જોડવામાં આવશે. આમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ હશે. અલગ-અલગ ધર્મો અને સમુદાયો સાથે જોડાયેલા લોકો પણ સામેલ થશે. ન્યૂયોર્કના મેયર મમદાનીએ કહ્યું- કોઈને બહાર રાખતી વિચારધારા વિરુદ્ધ ભાગવતના કાર્યક્રમ પહેલાં ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ કહ્યું કે તેઓ RSSની આ રેલીનું સમર્થન કરતા નથી. જ્યારે મમદાનીને પૂછવામાં આવ્યું કે શું RSSનો કાર્યક્રમ રદ થવો જોઈએ, તો તેમણે કહ્યું- મને ખબર નથી કે કોઈ ખાનગી કાર્યક્રમને રદ કરવાનો અધિકાર શહેર પાસે છે કે નહીં. મમદાનીએ કહ્યું- હું ન્યૂયોર્કનો પ્રથમ ભારતીય-અમેરિકન મેયર છું. મારા પરિવારે મને બહુલવાદી અને ધર્મનિરપેક્ષ ભારતની તસવીર બતાવી, જ્યાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે. કોઈને બહાર રાખતી વિચારધારાનો હું વિરોધ કરું છું. ન્યૂયોર્ક પણ દરેક રંગ, ધર્મ અને પૃષ્ઠભૂમિના વ્યક્તિને સમાન જગ્યા આપવામાં વિશ્વાસ રાખે છે. ભાગવતના કાર્યક્રમનાં વિરોધ પર ભડકી અમેરિકન સિંગર અમેરિકી સિંગર અને એક્ટ્રેસ મેરી મિલબેને આલોચકો, ખાસ કરીને મમદાની પર નિશાન સાધ્યું છે. આફ્રિકન-અમેરિકન સિંગર મિલબેને આરોપ લગાવ્યો કે ભાગવતના વિરોધીઓ માત્ર એટલા માટે કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધી છે. મિલબેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, "મમદાની અને આ તમામ સમાજવાદી લોકો મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં યોજાનારા મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિરોધી છે." ભાગવતના વિરોધીઓની રાજકીય વિચારસરણી પર પ્રહાર કરતા તેમણે લખ્યું, "આ લોકો સમાજવાદી વિચારસરણી ધરાવે છે, તેથી તેઓ કેપિટલિઝમને નથી સમજતા." તેમણે આગળ કહ્યું, MSG સમાજવાદીઓની વાતો મુજબ નથી ચાલતું. તે મૂડીવાદના હિસાબે ચાલે છે. તેથી આ કાર્યક્રમ યોજાશે. 41 વર્ષીય મિલબેને 2023માં વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન બિલ્ડિંગમાં વડાપ્રધાન મોદીના ભાષણ પહેલાં ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું. તેમણે ન્યૂયોર્કના મેયર અને "સમાજવાદીઓની આખી ટુકડી"ને સલાહ આપતાં કહ્યું કે તેઓ "મૂડીવાદી બને, પૈસા એકઠા કરે, MSG ભાડે લે અને પોતાની મોદી વિરોધી રેલી કરે." તેમણે આગળ લખ્યું, "એક વાત બીજી, મને રેલીનું નામ 'વનનેસ' (એકતા) ગમ્યું છે. આપણે સૌ એક પરિવાર છીએ. મને આશા છે કે આ રેલીમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને લઈને અર્થપૂર્ણ ચર્ચા થશે." તમને જણાવી દઈએ કે મેરી મિલબેન ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને 'ઓમ જય જગદીશ હરે' ગાવા માટે જાણીતા છે. અમેરિકી આયોગે RSS પર પ્રતિબંધની માગ કરી હતી ભાગવતના અમેરિકા પ્રવાસ પહેલા અમેરિકી આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) એ RSS પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આયોગે 19 ઓગસ્ટે અમેરિકી સરકારને RSS નેતાઓને ઉચ્ચ સ્તરીય રાજદ્વારી સુવિધાઓ ન આપવા અને તેમની સાથે સત્તાવાર મુલાકાત ન કરવા અપીલ પણ કરી હતી. ભારતે USCIRFની આ ટિપ્પણીઓ પર વાંધો ઉઠાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 20 ઓગસ્ટે આયોગને ‘પક્ષપાતી સંસ્થા’ ગણાવી હતી. તેમણે કહ્યું કે USCIRF લાંબા સમયથી ભારતને લઈને ખોટા અને ઉશ્કેરણીજનક નિવેદનો આપતું રહ્યું છે, તેથી તેની વાતોને ગંભીરતાથી લેવાની જરૂર નથી. માર્ચના રિપોર્ટમાં RSS અને RAW પર કાર્યવાહીની ભલામણ USCIRFએ માર્ચમાં તેના વાર્ષિક રિપોર્ટમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં RSS અને RAW સહિત કેટલીક સંસ્થાઓ અને લોકો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. ભારતે રિપોર્ટને ‘વિકૃત અને પસંદગીયુક્ત’ ગણાવીને ફગાવી દીધો હતો. સરકારે કહ્યું હતું કે રિપોર્ટમાં એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમની વિશ્વસનીયતા પર સવાલો છે અને તેમાં ભારતની સ્થિતિનું એકતરફી ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. 2018માં પણ ભાગવત અમેરિકા ગયા હતા મોહન ભાગવત આ પહેલા સપ્ટેમ્બર 2018માં અમેરિકા ગયા હતા. તેમણે શિકાગોમાં 7 થી 9 સપ્ટેમ્બર 2018 સુધી આયોજિત બીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 60 દેશોમાંથી લગભગ 2,500 પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભાગવતે કોંગ્રેસના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપ્યું હતું. 2018ના આ પ્રવાસના ઉપલબ્ધ અહેવાલોમાં ભાગવતની કોઈ અમેરિકી રાજદ્વારી સાથે મુલાકાત કે તેમને કોઈ ઔપચારિક રાજદ્વારી સન્માન આપવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ મળતો નથી. તેમનો પ્રવાસ મુખ્યત્વે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને તેનાથી સંબંધિત કાર્યક્રમો પર કેન્દ્રિત હતો.
    Click here to Read More
    Previous Article
    ફોલોઓન આપવું ભારતને ક્યાંક ભારે ના પડે!:બીજી ઇનિંગમાં શ્રીલંકા સામે ઈન્ડિયન બોલર્સની સ્ટ્રેટેજી નિષ્ફળ; વિકેટ લઈ શકતા નથી
    Next Article
    એચ.એ. કોલેજમાં વર્લ્ડ એન્ટ્રેપ્રેન્યોર ડેની ઉજવણી:વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ બિઝનેસ પર માર્ગદર્શન મળ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment