Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજમાં વર્લ્ડ એન્ટ્રેપ્રેન્યોર ડેની ઉજવણી:વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ બિઝનેસ પર માર્ગદર્શન મળ્યું

    10 घंटे पहले

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ ખાતે વર્લ્ડ એન્ટ્રેપ્રેન્યોર ડે નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મલ્ટી-વેન્ચર ઉદ્યોગસાહસિક ધ્રુવિત જે. શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાહે ઉદ્યોગસાહસિકતા, ડિજિટલ બિઝનેસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બદલાતા વ્યવસાયિક પરિપ્રેક્ષ્ય અંગે વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો અને વિચારો વહેંચ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા માત્ર વ્યવસાય શરૂ કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમસ્યાઓને ઓળખી તેના ઉકેલ શોધવા, નવી તકો ઊભી કરવા અને મૂલ્યનું સર્જન કરવા માટે પણ સક્ષમ બનવું જોઈએ. માર્ગદર્શન દરમિયાન, તેમણે સફળ ઉદ્યોગસાહસિક માટે જરૂરી સુસંગતતા, માનવતા, હકારાત્મકતા અને ભરોસા જેવા ગુણો પર ભાર મૂક્યો હતો. શાહે કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં માનવીય ક્ષમતાઓ અને ગુણોનું મહત્વ, ત્રણ વર્ષના 'એક્સપ્લોર-બિલ્ડ-અપ' રોડમેપ તથા મર્યાદિત સંસાધનોમાંથી વધુ મૂલ્ય ઊભું કરવા માટેની 'રૂ. 100 વેલ્યુ ચેલેન્જ' વિશે પણ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય વકીલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, "વિચારને તકમાં અને તકને સફળ વ્યવસાયમાં પરિવર્તિત કરવાની ક્ષમતા જ સાચી ઉદ્યોગસાહસિકતા છે. યુવાનોમાં આત્મનિર્ભરતા અને નવીનતાની ભાવના વિકસાવવી એ આજના સમયમાં શિક્ષણનું મહત્વનું ધ્યેય છે." આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવી વિચારસરણી, સર્જનાત્મકતા, પહેલ કરવાની ભાવના અને ઉદ્યોગસાહસિક અભિગમ વિકસે તે માટે પ્રેરણા આપવાનો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રો. મીનલ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મોહન ભાગવતના અમેરિકામાં પગ મૂકતાં જ રાજકારણ ગરમાયું:RSS પ્રમુખના કાર્યક્રમનો મમદાનીએ વિરોધ કરતાં ભડકી અમેરિકન સિંગર, મેયરને એન્ટી મોદી-BJP ગણાવ્યા
    Next Article
    એચ.એ. કોલેજમાં NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ:નવા વિદ્યાર્થીઓ માટે યોજાયો, સેવા પ્રવૃત્તિઓ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment