Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલી કોલેજ NSS દ્વારા પર્યાવરણ જાગૃતિ સપ્તાહ:સ્વચ્છતા, ઇંધણ બચત અને વૃક્ષારોપણ અભિયાન યોજાયા

    1 week ago

    અમરોલી: જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજના NSS યુનિટ દ્વારા જૂન મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો “રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન”ના મંત્રને સાકાર કરવાના હેતુથી યોજાયા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સેજલ એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ૨ જૂનના રોજ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. NSS સ્વયંસેવકોએ કોલેજ પરિસર તેમજ આસપાસના વિસ્તારમાંથી કચરાનું એકત્રીકરણ કરીને “સ્વચ્છતા એ જ સેવા”નો સંદેશ આપ્યો હતો. ત્યારબાદ ૩ જૂનના રોજ “Save Fuel, Save Nation” અભિયાન અંતર્ગત જાગૃતિ સભા અને રેલીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નાગરિકોને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા તેમજ કાર-પૂલિંગ અપનાવી ઇંધણ બચત અને ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણમાં યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. ૪ જૂનના રોજ “Recycle Horse” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્લાસ્ટિકની બોટલો, કાગળ અને સ્ટેશનરી સહિતની નકામી વસ્તુઓ એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કચરામાંથી સર્જનાત્મક કળા વિકસાવવા અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવા માટે પ્રેરણા આપવાનો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૫ જૂનના રોજ કોલેજ કેમ્પસમાં ૫૦થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓએ દરેક વૃક્ષને નામ આપી તેને દત્તક લીધું હતું અને ભવિષ્યમાં તેની નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફે NSS દ્વારા આયોજિત તમામ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા રચનાત્મક અને લોકહિતના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સામાજિક મૂલ્યો, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને રાષ્ટ્રસેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    જૈન જાગૃતિ લેડીઝ વિંગના નવા પ્રમુખની નિમણૂક:અમદાવાદમાં 15મા વર્ષની ઉજવણી, મમતાબેન શાહ પ્રમુખ બન્યા
    Next Article
    CMO office Gujarat Bomb Threat Live | સીએમઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Gandhinagar | RSS | news

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment