Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોલોઓન આપવું ભારતને ક્યાંક ભારે ના પડે!:બીજી ઇનિંગમાં શ્રીલંકા સામે ઈન્ડિયન બોલર્સની સ્ટ્રેટેજી નિષ્ફળ; વિકેટ લઈ શકતા નથી

    15 hours ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ફોલોઓન રમતા બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. ટીમનો સ્કોર 150/2 છે. ટીમ તરફથી પસિન્દુ સૂરિયાબંડારા અને કામિન્દુ મેન્ડિસ ક્રિઝ પર છે. પસિન્દુએ સતત બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારી છે. બન્ને બેટર્સ વચ્ચે 80+ રનની ભાગીદારી થઈ ગઈ છે. આજે મેચનો ચોથો દિવસ છે. બીજી ઇનિંગ્સમાં કામિલ મિશારા 32 રન બનાવીને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો, જ્યારે લાહિરુ ઉદારાને મોહમ્મદ સિરાજે 3 રન પર આઉટ કર્યો. આ પહેલા શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 290 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના પછી ભારતે 213 રનની સરસાઈ મેળવીને ફોલોઓન આપ્યું. આ પહેલા ભારત માટે પ્રથમ ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીલંકાના સોનલ દિનુષાએ 103 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી. બે મેચની સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Gurugram is actually drowning in its own real estate boom
    Next Article
    મોહન ભાગવતના અમેરિકામાં પગ મૂકતાં જ રાજકારણ ગરમાયું:RSS પ્રમુખના કાર્યક્રમનો મમદાનીએ વિરોધ કરતાં ભડકી અમેરિકન સિંગર, મેયરને એન્ટી મોદી-BJP ગણાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment