Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર બાળકો પેદા કરો તેમાંથી એક RSSને આપો:નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કરી અપીલ, વાત સાંભળી મોહન ભાગવત હસવા લાગ્યા

    2 days ago

    બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- તમે ચાર બાળકો પેદા કરો. તેમાંથી એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આપી દો જેથી તે બીજાને બચાવવાના કામમાં આવે. તેમણે આ વાત નાગપુરમાં વિશ્વના પ્રથમ ‘ભારતદુર્ગા મંદિર’ના શિલાન્યાસ સમારોહમાં કહી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવત પણ ઉપસ્થિત હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીની આ વાત સાંભળીને સ્ટેજ પર હાજર સંઘ પ્રમુખ મોહન ભાગવત, સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય સંતો હસવા લાગ્યા. શાસ્ત્રીએ કહ્યું- જ્યારે ક્યાંય આફત આવે છે, ત્યારે લોકો પોતાનો જીવ બચાવીને ભાગે છે. પરંતુ સંઘના કાર્યકર્તાઓ ત્યાં જઈને લોકોનો જીવ બચાવે છે. તેમણે કહ્યું- નાગપુરના કેન્સર ઇન્સ્ટિટ્યૂટ પરિસરમાં બની રહેલું 'ભારતદુર્ગા મંદિર' લોકોને યાદ અપાવશે કે ભારત 'શાસ્ત્ર' અને 'શસ્ત્ર' બંનેથી ચાલે છે. આ 'માળા અને ભાલા'નો સંગમ છે. આપણા દેવી-દેવતાઓના હાથમાં પણ શસ્ત્રો છે. જો ફક્ત બંસી વગાડવાથી કામ ચાલતું હોત, તો મહાભારતનું યુદ્ધ ક્યારેય ન થાત. ભારતમાં નારીને પૂજનીય માનવામાં આવે છે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- દુનિયાના કોઈ અન્ય દેશમાં માતૃશક્તિને તે સન્માન નથી મળતું, જે ભારતમાં મળે છે. શું ક્યારેય કોઈએ 'પાકિસ્તાન માતા' કે 'ચીન માતા'ની જય સાંભળી છે? ફક્ત ભારત જ એવો દેશ છે, જ્યાં નારીને પૂજનીય માનવામાં આવે છે. આપણે જલ્દી જ અખંડ ભારત તરફ આગળ વધીએ બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે કહ્યું કે ભૂમિ પૂજન સમયે તેમની આંખો ભીની હતી, કારણ કે હવે ભારત નવો ઇતિહાસ લખવા જઈ રહ્યું છે. તેમણે હનુમાનજીને પ્રાર્થના કરી કે ભારત સંતમય અને ભગવામય રહે અને આપણે જલ્દી જ 'અખંડ ભારત' તરફ આગળ વધીએ. કાર્યક્રમમાં સ્વામી અવધેશાનંદ ગિરિજી મહારાજ, કાર્ષ્ણીપીઠાધીશ્વર પૂજ્ય ગોવિંદ ગિરિજી, દીદી મા ઋતંભરા અને ચિન્મયા મિશનના સંતોની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપ મિશ્રાએ કહ્યું હતું- સનાતનીઓએ 4 બાળકો પેદા કરવા જોઈએ પં. ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલાં કથાવાચક પ્રદીપ મિશ્રા પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. મિશ્રાએ કહ્યું હતું કે- સનાતનીઓએ ચાર બાળકો પેદા કરવા જોઈએ. બે પોતાના માટે અને બે રાષ્ટ્ર માટે. જ્યાં સુધી કાયદો ન આવે ત્યાં સુધી, વધુ બાળકો પેદા કરો. પ્રદીપ મિશ્રાએ આ વાત મે 2024માં છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શિવ મહાપુરાણ કથા દરમિયાન કહી હતી. તેમણે કહ્યું હતું કે - દીકરીઓ લવ મેરેજના ચક્કરમાં ન પડે. તમે સ્કૂલ જશો, કોલેજ જશો, ટ્યુશન જશો. ત્યાં તમને 100 પ્રકારના છોકરાઓ મળશે. પરંતુ આ 100 છોકરાઓ સાથે તમે 100 વર્ષનું જીવન જીવી શકતા નથી. તમારા પપ્પા શોધીને લાવશે, તેની સાથે તમે 100 વર્ષ સુધી સાચું જીવન જીવી શકો છો. સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું હતું કે - 3 બાળકો પેદા કરો, વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત પણ વધુ બાળકો પેદા કરવા પર નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું- વસ્તી વૃદ્ધિ દર 2.1% થી નીચે ન હોવો જોઈએ. આ માટે 2 ને બદલે 3 બાળકો પેદા કરો. આ સંખ્યા એટલા માટે જરૂરી છે, જેથી સમાજ જીવંત રહે. ભાગવતે ડિસેમ્બર 2024 માં નાગપુરમાં કઠાલે કુલ સંમેલનમાં કહ્યું હતું- દેશની વસ્તી નીતિ 1998-2002 માં નક્કી કરવામાં આવી હતી. તે મુજબ જો કોઈ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1 થી નીચે જાય છે, તો તે સમાજ આપમેળે નષ્ટ થઈ જશે. ----------------------------------------- આ સમાચાર પણ વાંચો… તો લાહોરમાં જઈને જ કંપની ખોલો ને...:લેન્સકાર્ટમાં તિલક-હિજાબ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉકળ્યા, મહારાષ્ટ્ર-એમપી અને છત્તીસગઢમાં પણ કંપનીનો વિરોધ આઇવેર કંપની લેન્સકાર્ટના ડ્રેસ કોડને લઈને વિવાદ વધી ગયો છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. છેલ્લા 4 દિવસથી હિંદુ સંગઠનો સાથે જોડાયેલા લોકો દેશભરના લેન્સકાર્ટ સ્ટોરમાં જઈને કર્મચારીઓને તિલક લગાવી રહ્યા છે અને કલાવા બાંધી રહ્યા છે. આ દરમિયાન બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કંપનીના પ્રમોટર્સને કહ્યું, ‘તૂં અપની કંપની લાહૌર મેં ખોલ લે, ભારત મેં કાહે કો મર રહા હૈ? તેરે કાક્કા કા ભારત હૈ ક્યા? હા, હમારે તો બાપ કા ભારત હૈ.’ વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    ‘ખલનાયક રિટર્ન્સ’: 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’:લોહીથી લથપથ ચહેરો અને લાંબા વાળમાં સંજય દત્તનો ભયાનક લુક; એક મિનિટના ટીઝરમાં ધ્રૂજાવી દેતાં દ્રશ્યો
    Next Article
    સુરતમાં પાટીદાર સગીરાની છેડતીથી ભયાવહ માહોલ:શેખ અઝીઝને પોલીસે ફટકાર્યો, ભાજપ જિંદાબાદના નારા લાગ્યા ને મહિલાઓ વિફરી, બંગડી બતાવી ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment