Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પાટીદાર સગીરાની છેડતીથી ભયાવહ માહોલ:શેખ અઝીઝને પોલીસે ફટકાર્યો, ભાજપ જિંદાબાદના નારા લાગ્યા ને મહિલાઓ વિફરી, બંગડી બતાવી ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા

    2 days ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. આજે આરોપી મહંમદ અઝીઝ લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં. અહીં કેટલાંક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. ઘટનાસ્થળે આરોપીને લાવતા જ રોષ ફાટી નીકળ્યો પાટીદાર સમાજની દીકરી સાથે છેડતી કરનાર આરોપી શેખ મોહંમદ અઝીઝ ઈમ્તીયાઝને લઈને પોલીસ રિકન્ટ્રક્શન માટે અલથાણ વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલ પાસે પહોંચી, ત્યારે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. પોલીસ આરોપીને ઘટનાસ્થળથી લગભગ અડધો કિલોમીટર દૂર ઉતારીને લાવી રહી હતી, ત્યારે જ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા. લોકોમાં આરોપી પ્રત્યે એટલો આક્રોશ હતો કે, પોલીસ માટે તેને સુરક્ષિત રીતે ઘટનાસ્થળ સુધી લઈ જવો મુશ્કેલ બની ગયો હતો. ભારે જહેમત અને કન્સ્ટ્રકશન સાઈટના રસ્તેથી પોલીસ જેમ-તેમ કરીને આરોપીને નિર્ધારિત સ્થળે પહોંચાડી શકી હતી. મહિલાઓનો રણચંડી અવતાર અને પથ્થરમારો ઘટનાસ્થળ પર માત્ર પુરુષો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી. આરોપીને જોતા જ મહિલાઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી પર ચપ્પલ અને પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ભીડ બેકાબૂ બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને બચાવવા માટે સુરક્ષા કવચ બનાવ્યું હતું અને ગણતરીની મિનિટોમાં જ તેને પોલીસ વાનમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધો હતો. પોલીસ અને ભીડ વચ્ચે ઘર્ષણ, બળપ્રયોગની નોબત સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો શરૂ કર્યો. સતત ચપ્પલ અને પથ્થરો ફેંકાતા હોવાને કારણે પોલીસ જવાનો માટે પરિસ્થિતિને કાબૂમાં લેવી પડકારજનક બની હતી. ભીડને વિખેરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આખરે પોલીસે હળવો બળપ્રયોગ કરવાની પણ નોબત આવી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના રોષ સામે પોલીસ પ્રશાસન લાચાર જણાતું હતું. ડીસીપીની ગાડીનો ઘેરાવો અને વાહનો પર હુમલો આ હોબાળા દરમિયાન ડીસીપી નિધિ ઠાકુરની ગાડીને પણ રોષે ભરાયેલી મહિલાઓએ રોકી લીધી હતી, જેના કારણે પોલીસ કાફલાને અન્ય વૈકલ્પિક રસ્તેથી નીકળવાની ફરજ પડી હતી. લોકોનો ગુસ્સો એટલો સીમા વટાવી ગયો હતો કે મહિલાઓ અને પુરુષો દ્વારા પોલીસની ગાડીઓ પર લાતો મારવામાં આવી હતી અને વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. દીકરીની છેડતીના મામલે સમાજમાં વ્યાપેલો આક્રોશ આ મર્યાદા બહારના વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. રાત્રિના ભયાનક માહોલના દૃશ્યો…
    Click here to Read More
    Previous Article
    ચાર બાળકો પેદા કરો તેમાંથી એક RSSને આપો:નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કરી અપીલ, વાત સાંભળી મોહન ભાગવત હસવા લાગ્યા
    Next Article
    કુમાર મંગલમ બિરલાને હાઇકોર્ટની નોટિસ:ગ્રાહકોને ટેલિફોન ડિરેક્ટરી અને આઈટમાઈઝ્ડ બિલ ન પૂરા પાડવાનો આરોપ, VIનું લાયસન્સ રદ કરવા વડોદરાના શખસની અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment