Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં ₹9.98 કરોડના 4 MoU થયા:એકતાનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રોકાણ; સ્થાનિક હસ્તકલા અને ઉદ્યોગોનું પ્રદર્શન યોજાયું

    21 hours ago

    ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે નર્મદા જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ એવા 9.98 કરોડ રૂપિયાના 4 MoU કરવામાં આવ્યા હતા. પ્રવાસન સાથે ઔદ્યોગિક વિકાસનો નવો યુગ નર્મદા જિલ્લામાં થયેલા 9.98 કરોડ રૂપિયાના MoU જિલ્લાના યુવાનો માટે નવી રોજગારી, સ્થાનિક અર્થતંત્રમાં વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ કોન્ફરન્સ દ્વારા નર્મદા જિલ્લો હવે માત્ર પ્રવાસન આધારિત અર્થતંત્રથી આગળ વધીને ઔદ્યોગિક, સેવા અને કૃષિ આધારિત સંકલિત વિકાસના નવા યુગમાં પ્રવેશી રહ્યો છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત એક મજબૂત વિકાસ મંચ તરીકે સાબિત થયું છે. સ્થાનિક હસ્તકલા અને ઉદ્યોગોનું પ્રદર્શન યોજાયું કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ઉદ્યોગો, હસ્તકલા અને પ્રવાસન પ્રવૃત્તિઓને રજૂ કરતા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘએ વાઇબ્રન્ટ ગુજરાતની વિકાસયાત્રા અને નર્મદા જિલ્લામાં રહેલી રોકાણની સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે નવા ઉદ્યોગકારોને આગામી વડોદરા રિજિયોનલ કોન્ફરન્સમાં સક્રિય ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રોજગારીની નવી તકો વધી આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત એ રાજ્યના સર્વાંગી વિકાસનું માધ્યમ છે. નર્મદા જિલ્લો પ્રાકૃતિક સંપત્તિ, આદિવાસી સંસ્કૃતિ, કૃષિ, હેન્ડિક્રાફ્ટ અને ઇકો-ટૂરિઝમ માટે વિશેષ ઓળખ ધરાવે છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે પ્રવાસન ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિના પરિણામે હોટેલ, ટ્રાન્સપોર્ટ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રોમાં અનેક નવી તકો ઊભી થઈ છે. કાર્યક્રમને સંબોધતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, 'વિકસિત ભારત @2047'ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં રોકાણકારો માટે અનુકૂળ વાતાવરણ હોવાથી રાજ્ય અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ યુવાનોને રોજગારલક્ષી શિક્ષણ અને કૌશલ્ય તરફ દોરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લવમેરેજ કરનાર દંપતીએ ઝેરી દવા પીધી, પત્નીનું મોત:પતિ ગંભીર, ધામધૂમથી લગ્ન કરવાની તૈયારીમાં હતા;સુરતના સરથાણા વિસ્તારની ઘટના
    Next Article
    લગ્નની લાલચે પરિણીત યુવકે દુષ્કર્મ આચરીને યુવતીને ગર્ભવતી બનાવી:શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી, તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment