Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્નની લાલચે પરિણીત યુવકે દુષ્કર્મ આચરીને યુવતીને ગર્ભવતી બનાવી:શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી, તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરી

    23 घंटे पहले

    વડોદરાના ભાયલી સેવાસી રોડ પર એક યુવતીને લગ્નની લાલચ આપી પરિણીત યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણીની સાથે દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દીધો બાદ લગ્ન નહીં કરી તરછોડી હતી. આ વાતની કોઈને જાણ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. યુવતીએ આ મામલે તાલુકા પોલીસના ફરિયાદ નોધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લગ્નની લાલચ આપીને યુવતી સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો દાહોદના દાભડા ગામના રહેવાસી રાકેશ શનુ બારીયા વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલા ભાયલી વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. રાકેશ બારીયાએ પરિણીત હોવા છતા યુવતીને પ્રેમજાળમા ફસાવી હતી, આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપીને તેણીની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં યુવતીને ગર્ભ રહી જતા તેણી ગર્ભવતી બની ગઈ હતી, ત્યારબાદ આરોપીએ યુવતીને તરછોડી દીધી હતી અને લગ્ન પણ કર્યા નહોતા. આ ઉપરાંત આરોપીએ યુવતીને આ ઘટનાની જાણ કોઈને કરાશે તો યુવતીના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી રાકેશ શનુ બારીયાની ધરપકડ કરી યુવતીએ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપી રાકેશ શનુ બારીયાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કરાતા પોલીસે તેને જ્યુડિશિયલ કસ્ટડીમા મોકલી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં ₹9.98 કરોડના 4 MoU થયા:એકતાનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રોકાણ; સ્થાનિક હસ્તકલા અને ઉદ્યોગોનું પ્રદર્શન યોજાયું
    Next Article
    Indians Among 13 Killed In Qatar Gas Plant Explosion, 66 Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment