Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લવમેરેજ કરનાર દંપતીએ ઝેરી દવા પીધી, પત્નીનું મોત:પતિ ગંભીર, ધામધૂમથી લગ્ન કરવાની તૈયારીમાં હતા;સુરતના સરથાણા વિસ્તારની ઘટના

    21 hours ago

    સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટેલના એક રૂમમાં એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂમમાં બંનેએ સેલ્ફોસ નામની ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે આ સમગ્ર ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું છે અને પતિની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પતિને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મૃતક યુવતી અને યુવકે કોર્ટ મેરેજ કર્યા હતા સરથાણાના બાપા સીતારામ ચોક પાસે આવેલી સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટેલમાં ઝેરી દવા પી લેનાર દંપતીની પોલીસે ઓળખ કરી લીધી છે. જેમાં મૃતક યુવતીનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટીયા (ઉં.વ. 23, રહે. શિવધારા માનસરોવર, યોગીચોક, સરથાણા અને મૂળ વતન- ગીગાસણ, તા. ધારી, જી. અમરેલી) હોવાનું સામે આવ્યું છે. જ્યારે હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા યુવકનું નામ અભય રામજીભાઇ ત્રાડા (ઉંમર 23, રહે. રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા, સુરત) હોવાનું જાણવા મળ્યું છે. બંને પ્રેમમાં હતા, કોર્ટ મેરેજ બાદ પરિવારની સંમતિથી સગાઈ થઈ હતી પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, માનસી અને અભય એકબીજાના પ્રેમમાં હતા. તેઓએ અગાઉ કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. શરૂઆતમાં બંનેના પ્રેમ સંબંધની જાણ થતાં પરિવારજનોએ આનાકાની કરી હતી, પરંતુ સમય જતાં બંનેનો પરિવાર માની ગયો હતો. એટલું જ નહીં, પરિવારની સંમતિ સાથે બંનેની ધામધૂમથી સગાઈ પણ કરી દેવામાં આવી હતી અને દિવાળી બાદ સામાજિક રીતે પણ બંનેના લગ્ન થવાના હતાં. લગ્નમાં અડચણ આવી રહી હોવાની શંકા, પોલીસ તપાસ તેજ સામાજિક રીતે ધામધૂમથી લગ્ન થાય તે પહેલાં જ પ્રેમી પંખીડા એવા દંપતીએ હોટેલના રૂમમાં જઈને આવું આત્મઘાતી પગલું કેમ ભર્યું, તે સવાલ હાલ સૌકોઈને મૂંઝવી રહ્યો છે. પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે કે, આગામી સમયમાં યોજાનારા લગ્નમાં કોઈ મોટી અડચણ કે અગમ્ય મુશ્કેલી નડી રહી હતી, જેના કારણે બંનેએ આ અતિશય આકરો નિર્ણય લીધો હોઈ શકે. હાલ સરથાણા પોલીસે આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સરથાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ તાબડતોબ સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલ પર પહોંચી ગઈ હતી. પોલીસે હોટેલના રૂમને પોતાના કબજામાં લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી છે. FSLની મદદથી પણ રૂમમાંથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો સુરતમાં સામૂહિક આપઘાત:પતિ-પત્ની અને દીકરીનાં મોત સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખૈતાન નામની વ્યક્તિએ ગઇકાલે(24 ફેબ્રુઆરી) સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખસની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતાં બાલમુકુંદ ખૈતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે. પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વૈભવ રુંગટા નામના શખસની ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ સુસાઇડ નોટ પત્નીએ લખી હતી. સામૂહિક આપઘાતની ઘટના વચ્ચે ઘરમાં કલ્પાંત અને શોકનો માહોલ હતો, તેમ છતાં વૈભવની નિર્લજ્જતા એવી હતી કે તે બાલમુકુંદના સસરા સંજય અગ્રવાલની સાથે સોફા પર આરામથી બેસી રહ્યો હતો. જાણે કંઈ બન્યું જ ન હોય એવો ડોળ કરીને તે ત્યાં હાજર રહ્યો અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવતો રહ્યો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ભાઈના અકસ્માતે મોતમાં મામાના દીકરા સામે ફરિયાદ:ગાંધીનગર ચિલોડા હાઈવે પર બાઈક ભટકાવતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો
    Next Article
    નર્મદામાં ₹9.98 કરોડના 4 MoU થયા:એકતાનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં રોકાણ; સ્થાનિક હસ્તકલા અને ઉદ્યોગોનું પ્રદર્શન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment