Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈના અકસ્માતે મોતમાં મામાના દીકરા સામે ફરિયાદ:ગાંધીનગર ચિલોડા હાઈવે પર બાઈક ભટકાવતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો

    18 hours ago

    ગાંધીનગરના ચિલોડા હાઈવે રોડ પર ફાર્મસી કોલેજ પાસે ગત 10મી જૂનના રોજ સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 24 વર્ષીય યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટનામાં મૃતક યુવકના નાના ભાઈ દ્વારા મામાનો દીકરો બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 10મી જૂને અકસ્માત સર્જાયો હતો મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વતની અને હાલ ગાંધીનગરના જમીયતપુરામાં દાદાનગર પાછળ એસ.વી. ભઠ્ઠા પર રહેતા 22 વર્ષીય પંકજભાઈ મહેરાજી વણઝારાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત 10મી જૂનના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં તેના મામાનો દીકરો રાહુલ સાંગાજી વણઝારા (રહે. ખોડીયારનગર, દાણીલીમડા, અમદાવાદ શહેર) પોતાના બાઈક પર મોટા ભાઈ રાહુલ મેરાજી વણઝારાને પાછળ બેસાડીને છાલાથી ચિલોડા તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન ધણપ ગામની સીમમાં હાઈવે રોડ પર ફાર્મસી કોલેજ પાસે આગળ જતા એક અન્ય બાઈક ચાલકે ઓવરટેક કરીને અચાનક બ્રેક મારતા રાહુલ સાંગાજીએ પોતાના બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈક આગળના વાહનના પાછળના ભાગે ધડાકાભેર ભટકાયું હતું. આ અકસ્માત બાદ બંને રોડ પર પટકાયા હતા.જેમાં બાઈક ચાલક મામાના દીકરાને સામાન્ય ઈજાઓ થઈ હતી.જ્યારે પાછળ બેસેલા રાહુલ મેરાજી વણઝારાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. 11 દિવસની સારવાર બાદ મોત જેના પગલે ગંભીર હાલતમાં રાહુલને પ્રથમ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઓપરેશન બાદ પણ તે બેભાન અવસ્થામાં જ રહ્યો હતો. આખરે 11 દિવસની જિંદગી અને મોત વચ્ચેની જંગ બાદ ગત રાત્રે રાહુલ મેરાજી વણઝારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જોકે મામાનો દીકરો જ બાઈક ચલાવતો હોવાથી પરિવારે અગાઉ પોલીસ ફરિયાદ કરી ન હતી.પરંતુ ભાઈનું મોત થતાં આખરે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં સૌરાષ્ટ્રના ડેમોમાં સૌથી ઓછો જળસંગ્રહ:141 ડેમમાં માત્ર 27 ટકા પાણી બચ્યું, સૌની યોજનાથી પાણી પહોંચાડવાની શરૂઆત
    Next Article
    લવમેરેજ કરનાર દંપતીએ ઝેરી દવા પીધી, પત્નીનું મોત:પતિ ગંભીર, ધામધૂમથી લગ્ન કરવાની તૈયારીમાં હતા;સુરતના સરથાણા વિસ્તારની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment