Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનેડા વર્ક પરમિટના નામે ₹98 લાખની ઠગાઈ:4 લોકોને નકલી LMIA લેટર પધરાવ્યા; પિતા-પુત્ર સહિત 3 સામે ગુનો

    1 week ago

    વિદેશ જવા ઇચ્છતા યુવાનો સાથે વિઝાના નામે ઠગાઈ થવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવી જ એક હાઇપ્રોફાઇલ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક વિઝા કન્સલ્ટન્ટ પાસેથી ₹98.15 લાખ પડાવી લઈને ચાર લોકોને નકલી LMIA (Labour Market Impact Assessment) લેટર પધરાવી દેવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ કેસમાં સેટેલાઇટ પોલીસે અમદાવાદમાં રહેતા પિતા અને કેનેડામાં રહેતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિતા અમદાવાદમાં અને પુત્ર કેનેડાથી નેટવર્ક ચલાવતો હતો ગોતા વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોતે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવીને વ્યવસાય કરે છે. વર્ષ 2023માં તેમનો સંપર્ક યશ પટેલ અને તેના પિતા જયેશ પટેલ સાથે થયો હતો. યશ કેનેડામાં સ્થાયી થયેલો હતો જ્યારે તેના પિતા જયેશભાઈ અમદાવાદમાં રહીને વર્ક પરમિટ વિઝા મેળવવાનું એજન્ટ તરીકેનું કામ કરતા હતા. પિતા-પુત્રએ અલ્પેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ કેનેડાના LMIA વર્ક પરમિટનું સચોટ કામ કરે છે. પહેલા બે વિઝા કરાવી આપીને કન્સલ્ટન્ટનો ભરોસો જીત્યો શરૂઆતમાં અલ્પેશભાઈ પાસે કેનેડા વર્ક પરમિટ માટે બે ગ્રાહકો આવતા તેમણે આ કામ પિતા-પુત્રની જોડીને સોંપ્યું હતું. યશ અને જયેશે આ બંનેના વિઝા સફળતાપૂર્વક લાવી આપ્યા હતા, જેના કારણે અલ્પેશભાઈને તેમની કામગીરી પર પૂરો ભરોસો બેસી ગયો હતો. આ અંધવિશ્વાસના કારણે અલ્પેશભાઈએ ત્યારબાદ અન્ય ચાર યુવકોના વર્ક પરમિટના કામ પણ આ ગેંગને સોંપ્યા હતા. ટુકડે-ટુકડે ₹98.15 લાખ પડાવ્યા, વિઝા રિજેક્ટ થતાં ભાંડો ફૂટ્યો આ ચાર યુવકોના કામ માટે અલ્પેશભાઈએ ટુકડે-ટુકડે યશ પટેલ, તેના પિતા જયેશ પટેલ અને જયેશના સાળા પદમીન પટેલને કુલ ₹98,15,000 ચૂકવ્યા હતા. મોટી રકમ મેળવ્યા બાદ યશે કેનેડાથી ચાર LMIA લેટર મોકલ્યા હતા. આ લેટરના આધારે જ્યારે અલ્પેશભાઈએ એમ્બેસીમાં વિઝાની પ્રોસેસ કરી તો ચારેય યુવકોના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા. વિઝા રિજેક્ટ થવા અંગે યશ અલગ-અલગ બહાના બતાવતો હોવાથી અલ્પેશભાઈને શંકા ગઈ હતી. તેમણે કેનેડાના સ્તરે કાયદેસરની તપાસ કરાવી તો ચોંકાવનારો ખુલાસો થયો કે યશે મોકલેલા ચારેય LMIA લેટર તદ્દન બોગસ અને નકલી હતા. એટલું જ નહીં, તે લેટરના નંબરો પર બીજા જ કોઈ વ્યક્તિઓના નામે ફાઈલો પણ અપડેટ થયેલી હતી. પોતાની સાથે સગા ભાઈ-ભાભી અને સાળાની ગેંગે મોટી છેતરપિંડી આચરી હોવાનું જણાતા અલ્પેશભાઈએ આખરે સેટેલાઈટ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 3 દિવસથી રોજ રાત્રે હત્યા, મામાએ ભાણિયાને પતાવી દીધો:પ્રેમ પ્રકરણમાં છરીના 6 ઘા માર્યા; દર 37 કલાકે એક મર્ડર- 5 મહિનામાં 51મી હત્યા
    Next Article
    આનંદીને બચાવવા પરિવાર છેક સુધી લડ્યો: શોકિંગ CCTV:લાડકીને હાથ ખેંચી ઉભી કરવાના પ્રયાસ કર્યા, મોઢે પાણી છાંટી દુપટ્ટાથી પવન નાખ્યો; પણ બંધ થયેલી આંખો ફરી ના ખુલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment