Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 3 દિવસથી રોજ રાત્રે હત્યા, મામાએ ભાણિયાને પતાવી દીધો:પ્રેમ પ્રકરણમાં છરીના 6 ઘા માર્યા; દર 37 કલાકે એક મર્ડર- 5 મહિનામાં 51મી હત્યા

    1 week ago

    સુરત શહેરના લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલા હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ગઇકાલે(8 જૂન) મોડી રાત્રે અલ્તમસ નામના 30 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રેમ પ્રકરણમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. સતત ત્રીજા દિવસે સુરતમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 51ની હત્યા થઈ છે એટલે કે દર ત્રણ દિવસે એક મર્ડર થયા છે. જોકે છેલ્લાં 7મેથી 8જૂન સુધી એટલે કે 31 દિવસમાં જ 20ની હત્યા થઈ છે. આ આંકડાઓ પરથી સરેરાશ કરતાં અંદાજે દર 37 કલાકે એક મર્ડર સુરતમાં થઈ રહ્યું છે. ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અલ્તમસ અંસારી નામનો યુવક ઘર નજીક હાજર હતો, ત્યારે ત્યાં તેના કૌટુંબિક મામા મોહંમદ શફી ઉર્ફે શેરા નામનો શખસ આવ્યો હતો. બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા આરોપી મોહંમદ શફી ઉર્ફે શેરો પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી અલ્તમસ પર તૂટી પડયો હતો. એક બાદ એક 6 ઘા ઝીંક્યા આરોપીએ અલ્તમસના શરીર પર એકપછી એક છ જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ચપ્પુના ઉપરાઉપરી ઘા વાગવાને કારણે અલ્તમસ ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હુમલો કરી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને પરિચિતો દ્વારા ગંભીર રીતે ઘવાયેલા અલ્તમસને તાત્કાલિક સારવાર અર્થે નજીકની લોખાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. લાલગેટ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોહંમદ શફી ઉર્ફે શેરાની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. મામો-ભાણો થતાં હતા DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હોડી બંગલા પાસે, જિલાની બ્રિજ પાસે એક હત્યાનો બનાવ બન્યો છે. જેમાં મૃતકનું નામ અલ્તમસ અંસારી છે અને આરોપીનું નામ શેરા અંસારી છે. આ બંને એકબીજાના સંબંધી હતા અને કંઈક અંગત અદાવતનો મામલો સામે આવ્યો છે. કોઈ પ્રેમ પ્રકરણનો મામલો પણ સામે આવી રહ્યો છે. મારો દીકરો પાર્સલ પહોંચાડવાનું કામ કરતો હતો: મૃતકની માતા મૃતક યુવકની માતા શહનાઝ બાનોએ જણાવ્યું હતું કે, હું સુરતના હોડી બંગલા વિસ્તારમાં આવેલા સાબુના કારખાનાની પાછળ વસવાટ કરું છું. મારો દીકરો અપરિણીત હતો અને તે મારી સાથે જ રહેતો હતો. તે અગાઉ ચાના ગલ્લા પર કામ કરતો હતો, પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી તે કામ બંધ હોવાથી હાલમાં તે પાર્સલ પહોંચાડવાનું કામકાજ કરતો હતો. ‘કોઈ અણબનાવ કે ઝઘડો થયો હતો કે કેમ તેની ખબર નથી’ બનાવના દિવસે મારો દીકરો ઘરે જ હતો. તે ઘરે શાંતિથી ખાવા-પીવાનું ખાઈને બહાર નીકળ્યો હતો. તે સમયે કોઈ અજુગતું બનશે તેવો કોઈ અણસાર નહોતો. તે કયા કારણોસર કે કોને મળવા બહાર ગયો હતો, અથવા ભૂતકાળમાં તેની સાથે કોઈને કોઈ અણબનાવ કે ઝઘડો થયો હતો કે કેમ, તે અંગે મને કોઈ પ્રાથમિક માહિતી નહોતી અને અમે પરિવારજનો ઘરમાં જ હતા. ‘હુમલાખોરે મારા દીકરાને ચપ્પુના 6 ઘા માર્યા’ મારો દીકરો બહાર ગયા બાદ થોડા સમય પછી મારી બહેનનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે કોઈ ચાકુ લઈને દોડી રહ્યું છે. આ સાંભળીને મારી દીકરી તાત્કાલિક બહાર શું થઈ રહ્યું છે તે જોવા માટે દોડી હતી. હોડી બંગલા વિસ્તારથી અંદર તરફ જતા મક્કા પેલેસ પાસે આવેલી કચરાપેટી નજીક આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે મારા દીકરા પર ચાકુ વડે ઉપરાછાપરી 6 જેટલા ઘા ઝીંકી દીધા હતા અને તેને ગંભીર ઈજાઓ પહોંચાડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ‘હુમલો કરનાર મારી માસીનો છોકરો જ છે’ મારા દીકરા પર આ જીવલેણ હુમલો કરનાર બીજું કોઈ નહીં પણ મારી માસીનો છોકરો શફી અન્સારી જ છે. આ હુમલામાં મારો એકનો એક દીકરો અમારો સાથ છોડીને ચાલ્યો ગયો છે. આ મામલે પોલીસ તંત્ર પાસે અમારી એ જ માગ છે કે આરોપી સફી અન્સારીને વહેલી તકે પકડી પાડવામાં આવે અને તેણે જે ક્રૂરતા મારા દીકરા સાથે આચરી છે, તેવી જ કડક સજા તેને પણ થાય અને અમને ન્યાય મળે.
    Click here to Read More
    Previous Article
    બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજનો દાવો-આખા પરિવાર પર જોખમ:લંડનમાં દીકરી પર હુમલો થયો; દાઉદી વ્હોરા ઉત્તરાધિકાર કેસમાં ચુકાદો આપવા સબંધિત મામલો
    Next Article
    કેનેડા વર્ક પરમિટના નામે ₹98 લાખની ઠગાઈ:4 લોકોને નકલી LMIA લેટર પધરાવ્યા; પિતા-પુત્ર સહિત 3 સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment