Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજનો દાવો-આખા પરિવાર પર જોખમ:લંડનમાં દીકરી પર હુમલો થયો; દાઉદી વ્હોરા ઉત્તરાધિકાર કેસમાં ચુકાદો આપવા સબંધિત મામલો

    1 week ago

    બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ ગૌતમ પટેલનો દાવો છે કે તેમને અને તેમના પરિવારને છેલ્લા લગભગ 10 મહિનાથી ધમકીઓ મળી રહી છે. પૂર્વ જજનો દાવો છે કે આ ઘટનાઓ 2024માં દાઉદી વ્હોરા સમુદાયના ઉત્તરાધિકાર વિવાદ પર આપેલા તેમના નિર્ણય સાથે સંબંધિત છે. જજ પાસેથી માંગ કરવામાં આવી રહી છે કે તેઓ એક વીડિયો રેકોર્ડ કરીને પોતાનો નિર્ણય પાછો ખેંચે અને દાવો કરે કે તેમને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. બાર એન્ડ બેન્ચ અને ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ પટેલે ઓગસ્ટ 2024માં દાઉદી વ્હોરા સમુદાયના ઉત્તરાધિકાર વિવાદ પર નિર્ણય સંભળાવ્યો હતો. તેમણે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વ્હોરા સમુદાયના કાયદેસરના 53મા દાઈ-અલ-મુતલક જાહેર કર્યા હતા. આ વિવાદ તેમના સાવકા ભાઈ ખુઝૈમા કુતુબુદ્દીન અને બાદમાં તેમના પુત્ર તાહિર ફખરુદ્દીન તરફથી કરાયેલા દાવાઓ સાથે સંબંધિત હતો. ચુકાદો આવ્યાના થોડા સમય પછી જ જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને ધમકીભર્યા સંદેશા મળવાના શરૂ થઈ ગયા હતા. સપ્ટેમ્બર 2025માં એક પત્ર મોકલીને તેમની પાસેથી નિર્ણય પાછો ખેંચવા અને જાહેરમાં તેને ખોટો ગણાવવાની માંગ કરવામાં આવી હતી. દીકરી પર લંડનમાં 2 મહિના પહેલા હુમલો, હવે પત્ર મળ્યો જસ્ટિસ પટેલની દીકરી અદિતિ પર 22 એપ્રિલ 2026ના રોજ લંડનમાં હુમલો કરવામાં આવ્યો હતો. તે પોતાના બાળકને સ્કૂલે મૂકીને પાછી ફરી રહી હતી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ પાછળથી તેના પર હુમલો કર્યો. આ હુમલામાં તેનું નાકનું હાડકુ તૂટી ગયું. યુકે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને પહેલા મળેલી ધમકીઓ સાથેના કનેક્શનની પણ તપાસ કરી રહી છે. નિવૃત્ત જસ્ટિસના જણાવ્યા અનુસાર, 5 જૂને તેમની પુત્રી અદિતિ પટેલને ફરીથી એક અનામી પત્ર મળ્યો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો જસ્ટિસ પટેલ 23 એપ્રિલ 2024ના તેમના નિર્ણયને યુટ્યુબ વીડિયો દ્વારા જાહેરમાં પાછો નહીં ખેંચે તો તેમના પરિવારના અંતિમ સંસ્કાર કરાવવામાં આવશે. પત્ર સાથે એક SD કાર્ડ પણ હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ માટે એક ગેંગને કામે લગાડવામાં આવી છે. આ ઘટનાઓ પછી લંડનમાં તેમની પુત્રી અને જમાઈએ યુકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેસ્ટ હર્ટફોર્ડશાયર આતંકવાદ વિરોધી યુનિટ 22 એપ્રિલે અદિતિ પટેલ પર થયેલા હુમલાની સમીક્ષા કરી રહી છે. નિવૃત્ત જજ બોલ્યા- હું નિવૃત્ત છું, વીડિયોથી હાઈકોર્ટનો નિર્ણય બદલી ન શકું જસ્ટિસ પટેલે કહ્યું કે તેમણે લંડનમાં ભારતીય હાઈકમિશન અને બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અને ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને પણ આ મામલે જાણ કરી છે. તેમણે વધુમાં કહ્યું- હું એપ્રિલ 2024થી નિવૃત્ત છું. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યુટ્યુબ વીડિયો દ્વારા રદ કરી શકાય નહીં. જસ્ટિસ ગૌતમે જણાવ્યું કે મેં અધિકારીઓનો સંપર્ક કર્યો છે, અને કોઈએ પણ મને ના પાડી નથી. હું એ પણ સમજું છું કે અધિકારીઓનું અધિકારક્ષેત્ર ભારત સુધી જ સીમિત છે. પરંતુ પછી આ એક વ્યવસ્થાકીય નિષ્ફળતા હશે. ગયા વર્ષે 9 સપ્ટેમ્બરે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યો પત્ર મળવાના આધારે ફરિયાદ નોંધવામાં આવી હતી. ધમકી બાદ 2 નિવેદનો
    Click here to Read More
    Previous Article
    ભારતીયો માટે સારા સમાચાર:અમેરિકી કોર્ટે H-1B વિઝા પર 95 લાખ ફી રોકી, કહ્યું- રાષ્ટ્રપતિને ટેક્સ લગાવવાનો અધિકાર નથી
    Next Article
    સુરતમાં 3 દિવસથી રોજ રાત્રે હત્યા, મામાએ ભાણિયાને પતાવી દીધો:પ્રેમ પ્રકરણમાં છરીના 6 ઘા માર્યા; દર 37 કલાકે એક મર્ડર- 5 મહિનામાં 51મી હત્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment