Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹9.56 લાખની ચણિયાચોળીમાં ઈશા અંબાણીનો રોયલ ઠાઠ:10 કારીગરોનો 2000 કલાકનો પરિશ્રમ; સિલ્ક પર ઝરદોઝી અને આભલાંથી રાધા-કૃષ્ણની રાસલીલા કંડારાઈ

    2 days ago

    અંબાણી પરિવારે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ 'દેવી શક્તિ' ઉત્સવનું આયોજ કર્યું હતું. સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂરું થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલિવૂડ સેલિબ્રિટીઝનો જમાવડો હતો, પરંતુ જો સૌથી વધુ કોઈએ ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે અંબાણી પરિવાની લાડકવાયી દીકરી ઈશા અંબાણી હતાં. ઈશા અંબાણીએ ઝરદોજી અને આભલાથી મઢેલી ચણિયાચોલી પહેરી હતી. 90 દિવસે તૈયાર થયેલી આ ચણિયાચોલીની કિંમત ₹9.56 લાખ છે. 90 દિવસથી વધુની અથાગ મહેનતે માસ્ટરપીસ તૈયાર કર્યો અત્યારના જમાનામાં જ્યાં એક તરફ લોકો મિનિમલિઝમ તરફ વળી રહ્યા છે, ત્યારે ઈશા અંબાણીએ તેના મેક્સિમલિઝમ આઉટફિટથી સૌના દિલ જીતી લીધા છે. તોરાણી બ્રાન્ડે સ્વદેશ સાથે મળીને આ ભવ્ય લુક તૈયાર કર્યો છે. 10 કારીગરોએ 90 દિવસથી પણ વધુ દિવસ પેઇન્ટિંગ અને અંદાજે 2,000 કલાકથી પણ વધુની અથાગ કારીગરી કરીને ચણિયાચોલીને એક માસ્ટરપીસ બનાવ્યો છે. આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાનું પટ્ટચિત્ર આઇવરી-બેજ રંગના શુદ્ધ સિલ્ક પર આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાનું પટ્ટચિત્ર દોરવામાં આવ્યાં. આ ચિત્રો પર ઝરદોઝી, સિક્વિન, ફ્રેન્ચ નોટ્સ, મોતી કામ, આભલાં, લટકણ અને ટાટલ્સનું કામ કરીને તેને જીવંત કરવામાં આવ્યા. ઘેરદાર ચણિયાની સાથે શર્ટ-સ્ટાઇલ ચોલીએ આ સમૃદ્ધ લેયર્ડ આઉટફિટના શોભામાં અભિવૃદ્ધિ કરી. જ્યારે ઈંટ જેવા લાલ રંગના દુપટ્ટાએ માટી અને ગરબાની અનુભૂતિ કરાવી. દરેક કલીમાં રાધા-કૃષ્ણની લીલા રાસ-ગરબા અને કૃષ્ણ અભિન્ન છે. આ જ ભાવને દર્શાવવા માટે ઈશા અંબાણીની ચણિયાચોલીમાં રાધા-કૃષ્ણની રાસલીલા કંડારવામાં આવી. ચણિયાની દરેક કલીમાં રાધા-કૃષ્ણના પ્રેમ, રાસલીલા અને ભક્તિની ઝલક જોવા મળી. રાસલીલા ઉપરાંત ગરબાનો તાલ, દાંડિયાના અથડામણનો સાદ અને સાથે મળીને નૃત્ય કરવાના સમર્પણની વાતને આ ચણિયાચોલીમાં વણી લેવામાં આવી. માતા નીતા અંબાણીના ઘરેણાંએ ચાર ચાંદ લગાવ્યા ઈશાએ આ રોયલ ચણિયાચોલી સાથે માતા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી સુંદર દાગીનાં પહેર્યાં હતાં. તેમણે બે લેયરવાળો નેકલેસ પહેર્યો હતો, જેમાં ઉપરના ભાગે ગોલ્ડન કુંદર અને બારીક વર્કવાળું પોલકી ચોકર અને નીચે ત્રિકોણાકાર બ્લુ-લીલા રંગના મીનાકારી અને જડતર કામવાળું સ્ટેટમેન્ટ હેગિંગ ચોકર હાર હતો. આ આઉટફિટમાં મોરની ડિઝાઈનવાળી એમ્બ્રોઇડરી અને જડતરવાળા ઇયરકફે ચાર ચાંદ લગાવી દીધા. તેની સાથે નીચે મોતી અને ઝીણાં ઝુમખાં લટકતાં હતાં. આ સાથે તેમણે મોરપંખ રંગની મીનાકારી અને સોનાના જાડા પાટલા પહેર્યાં. સાથે જ તેમણે કુંદન અને ડાયમન્ડવાળી સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી હતી. હેર જ્વેલરીએ સૌનું ધ્યાન ખેંચ્યું જ્વેલરી અને આઉટફિટના મેક્સિમલિઝમ લુકને કમ્પ્લિટ કરવા ઈશાએ વાળમાં રંગબેરંગી પોમ-પોમ, લટકણ, કોડી, છીપલાં અને દેશી મોતીઓથી સજાવેલો પરંપરાગત ગૂંથણ શૈલાનો પરાંદા પહેર્યો હતો, જેણે આખા લુકને ઉત્સવમય અને રોયલ ટચ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં બીએપીએસ મંદિર દ્વારા નવરાત્રી ભક્તિ પર્વનું આયોજન:સનાતન સંસ્કારો અને મર્યાદા સાથે યુવક-યુવતીઓ માટે અનોખું આયોજન
    Next Article
    નિવૃત્ત PGVCL કર્મચારીની તેમના જ ઘરમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો:ઘરમાં સામાન વેરવિખેર મળતાં લૂંટ સાથે હત્યાની શંકાએ તપાસ શરૂ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment