Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત PGVCL કર્મચારીની તેમના જ ઘરમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો:ઘરમાં સામાન વેરવિખેર મળતાં લૂંટ સાથે હત્યાની શંકાએ તપાસ શરૂ

    2 days ago

    જામનગરના લાલપુરમાં નિવૃત્ત PGVCL કર્મચારી મનસુખભાઈ વાછાણીની હત્યા થઈ છે. 66 વર્ષીય મનસુખભાઈનો મૃતદેહ તેમના પારેખબાગ રોડ પરના ઘરમાંથી મળ્યો. 12 ઓક્ટોબરની રાત્રે ભાઈ મહેન્દ્રભાઈ વાછાણીને ઘરનો દરવાજો ખુલ્લો અને લાઈટો બંધ હોવાની જાણ થઈ. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે સામાન વેરવિખેર હતો, મનસુખભાઈ સોફા પર ચાદર ઓઢીને પડેલા હતા. તપાસ કરતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી. ઘરમાંથી રોકડ અને દાગીના ગુમ હોવાની આશંકા છે. મૃતકના ભાઈએ શીતલબેન ગમારા અને અક્ષય મોયડા નામના બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. લાલપુર પોલીસે BNS કલમ 103(1), 309(4), 309(6) તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિદ્ધરાજસિંહ ગોહિલ તપાસ કરી રહ્યા છે. હત્યા અને લૂંટની આશંકાને ધ્યાનમાં રાખી વધુ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ₹9.56 લાખની ચણિયાચોળીમાં ઈશા અંબાણીનો રોયલ ઠાઠ:10 કારીગરોનો 2000 કલાકનો પરિશ્રમ; સિલ્ક પર ઝરદોઝી અને આભલાંથી રાધા-કૃષ્ણની રાસલીલા કંડારાઈ
    Next Article
    નિવૃત્તિ પછી પણ 3 મહિના મફત ભણાવ્યું:જામનગરની શાળા નંબર 42માં બે શિક્ષિકાઓનું સન્માન, 245 બાળકોને યુનિફોર્મ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment