Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્તિ પછી પણ 3 મહિના મફત ભણાવ્યું:જામનગરની શાળા નંબર 42માં બે શિક્ષિકાઓનું સન્માન, 245 બાળકોને યુનિફોર્મ આપ્યા

    2 days ago

    જામનગરની શાળા નંબર 42, સંત રોહિદાસ વિદ્યાલયમાં નિવૃત્ત શિક્ષિકાઓ શ્રીમતી જશુબેન ઝીલડીયા અને શ્રીમતી હેતલબેન શિરાના સન્માનમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહ 9 ઓક્ટોબર, 2026ના રોજ ભીમવાસ-2, જૂના રેલવે સ્ટેશન સામે, જામનગર ખાતે થયો હતો. બંને શિક્ષિકાઓએ નિવૃત્તિ પછી પણ આશરે ત્રણ મહિના સુધી શાળામાં વિનામૂલ્યે શિક્ષણ આપ્યું હતું. શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી તેમણે આ સેવા આપી હતી. તેમની આ સેવાભાવના પ્રેરણાદાયી છે. આ ઉપરાંત, બંને શિક્ષિકાઓએ શાળાના તમામ 245 બાળકોને યુનિફોર્મનું વિતરણ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ કકનાણી અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા બંને શિક્ષિકાઓને સન્માનપત્ર, રાધા-કૃષ્ણની ચાંદીની છબી, સ્ટોલ અને કપલ ઘડિયાળ ભેટમાં આપવામાં આવી હતી. બાળકોએ પણ વિદાય ગીત રજૂ કરી અને પોતાના હાથે બનાવેલા કાર્ડ્સ તથા ભેટ આપી ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત PGVCL કર્મચારીની તેમના જ ઘરમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો:ઘરમાં સામાન વેરવિખેર મળતાં લૂંટ સાથે હત્યાની શંકાએ તપાસ શરૂ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગોયલ પ્લાઝા નવરાત્રી 2026 માં ગરબાની ધૂમ, જજીસ બંગલો, વસ્ત્રાપુર ખાતે મહિલાઓ અને બાળકોએ લીધો ભાગ, પાવગઢની સુંદર પ્રતિકૃતિ બની આકર્ષણ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment