Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બીએપીએસ મંદિર દ્વારા નવરાત્રી ભક્તિ પર્વનું આયોજન:સનાતન સંસ્કારો અને મર્યાદા સાથે યુવક-યુવતીઓ માટે અનોખું આયોજન

    2 days ago

    નવસારીના ગ્રીડ પાસે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નવરાત્રી ભક્તિ પર્વનું આયોજન કરાયું છે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ પર્વ યુવક-યુવતીઓ સનાતન સંસ્કારો અને મર્યાદામાં રહી માણે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પંચદેવને પૂજ્ય માનવાની આજ્ઞા કરી છે, જેમાં માતા પાર્વતીનો પણ સમાવેશ થાય છે. કળિયુગના વાતાવરણમાં યુવાનો ખોટા રસ્તે ન જાય તે માટે આ અનોખું આયોજન કરાયું છે. આ ભક્તિ પર્વમાં ભગવાન સ્વામિનારાયણના મહાન અષ્ટ કવિઓ જેવા કે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીના ગરબી પદોનું સત્સંગી કલાકારો દ્વારા લાઈવ ગાન થઈ રહ્યું છે. સંગીતના સથવારે હરિભક્તો મોટી સંખ્યામાં ગરબે ઘૂમી આનંદ મેળવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો વિરોધ:જ્યોતિગ્રામ સર્કલથી રેલી કાઢી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી
    Next Article
    ₹9.56 લાખની ચણિયાચોળીમાં ઈશા અંબાણીનો રોયલ ઠાઠ:10 કારીગરોનો 2000 કલાકનો પરિશ્રમ; સિલ્ક પર ઝરદોઝી અને આભલાંથી રાધા-કૃષ્ણની રાસલીલા કંડારાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment